તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં સફાઈ થશે કેમ ?:ભારતનગરમાં પાછળની ગલીઓ છે બધી બંધ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યાંક દીવાલ, કે દરવાજા તો ક્યાંક કાંટાળા બાવળીયા, સફાઈ કર્મીનો પ્રવેશજ શક્ય નહિ

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેણાક મકાનોમાં પાછળની ગલીમાં મહતમ સ્થળોએ તેને બંધ કરી દેવાઈ છે. જેથી તેનો સફાઈ કામ વર્ષોથી અટકેલુ પડ્યુ છે તો ગંદકી જામ થતા હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે.શહેરના ભારતનગર સહિત તેની આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન પર દબાણના કારણે પાલિકાના કર્મચારીઓને કામ કરવામાં અડચણ આવી રહી છે.

ડ્રેનેજ લાઈનના ભાગમાં દિવાલો બનાવી દેવાઈ છે તો કેટલાકે સીમેન્ટના બ્લોક કે ગેટ મુકી દઈ રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે સફાઈ કર્મચારીઓ પ્રવેશ નથી કરી શકતા અને સફાઈ થતી નથી. ડ્રેનેજની સફાઈ માટે પણ આ દબાણ હટાવવવુ આવશ્યક હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...