તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનિય કામગીરી:બેલવાંઢ જેવા દુર્ગમ વિસ્તારમાં બાળકે એમ્બ્યુલન્સમાં જન્મ લીધો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 ની ટીમે પ્રતિકુળ પરિસ્થિતિમાં સરાહનિય કામગીરી કરી

રાપર તાલુકાના બાલાસર 108 ની ટીમે દુર્ગમ ગણાતા બેલવાંઢમાં પ્રતિકુળ સ્થિતિ વચ્ચે મહિલાની પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કરાવી હતી.આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ આજ રોજ તારીખ 08/05/2021 ના રોજ સાંજ ના 8 વાગ્યા આસપાસ બાલાસર 108 અમબ્લુન્સ ને કોલ મળતાં કોલર દ્વારા જાણવા મળ્યું કે બેલવાંઢ એક શ્રમિક મહિલાને ડિલિવરીનું દર્દ થાય છે તેવું જાણવામાં આવ્યું હતું

ત્યારે બાદ બાલાસર 108 ના ઇમટી ધવલ કેશવાલા અને પાયલોટ દિપકદાન ગઢવી તુરંત બેલવાઢ પોહોંચી દર્દી હિરલબેનની તપાસ કરતા માલૂમ પડ્યું કે અમબ્લુન્સમાં જ ડિલિવરી કરવી પડે એમ છે તેથી ઈમટી ધવલ કેશવાલા એ ઇમરજન્સી ડોક્ટરની સલાહ મુજબ હિરલબેન ની ડિલિવરી પાર પાડી હતી અને હિરલબેન એક તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો હતો.

તેથી આવા કોરોના કાળ મા 108 ના સ્ટાફ એ વધુ એક વાર 108 એ એક શ્રમિક પરિવાર ની વહારે આવી અમબ્લુન્સ માં જ ડિલિવરી કરાવી ને માતા અને બાળક ને જરૂરી સારવાર આપી સરકારી હોસ્પિટલ રાપર ખસેડયા હતા હાલ જાણવા માલતા માતા અને બાળક બને ની તબિયત તંદુરસ્ત છે આવી જ એક સરાહનીય કામગીરી બદલ 108 અમબ્લુન્સ નો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...