તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિયનોની નારાજગી:કોન્ટ્રાક્ટ પધ્ધતિથી કામ આપવાના નિર્ણય સામે આંદોલનની ચીમકી

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીના મજૂર વિરોધી વલણ સામે યુનિયનોની નારાજગી
  • બોર્ડે લીધેલા નિર્યણ બાદ બોલાવેલી બેઠકમાં કંડલા પોર્ટ કર્મચારી સંઘનો વિરોધ

દીન દયાળ પોર્ટ દ્વારા બંદરમાં વિવિધ ક્ષેત્રે ખાનગીકરણની પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાં સામે યુનિયનોમાં નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડીપીટી ટ્રસ્ટની બોર્ડ મિટિંગમાં કરોડોના કોન્ટ્રાક્ટ આપવા લેવાયેલા નિર્ણય પછી ટગના કર્મચારીઓને બેસાડીને કોન્ટ્રાક્ટરોને કામ આપવાના વલણ મુદ્દે આજે બોલાવેલી મરિન વિભાગના વડાની બેઠકમાં કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા વીરોધ કરવામાં આવ્યો હતો. ખાનગીકરણને સાથ નહીં આપવામાં આવે અને જરૂર પડે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ડીપીટી દ્વારા કામદારોને કામ ન આપીને કોન્ટ્રાક્ટ પધ્ધતિ શરૂ કરવામાં આવી રહી છે જેને લઇને કામદારોમાંતો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ યુનિયન પણ આ મુદ્દે લડત આપવાના મૂડમાં જણાઇ રહ્યું છે. કંડલા પોર્ટ કર્મચારી સંઘ ઇન્ટુકાના પ્રમુખ મોહનભાઇ આસવાણી સાથે મરિન અને મિકેનિક વિભાગના વડા સાથે યોજાયેલી બેઠકમાં કેપ્ટન પ્રદિપ મોહન્તીની હાજરીમાં મિટિંગ કરી કામદારોના વીરોધી પ્રાઇવેટ પાર્ટીને ટેન્ડર ન આપવા જે કર્મચારીઓ કામ કરે છે તેના હસ્તક જ કામ રહેવા દેવા જણાવાયું હતું.

કામદારોના વીરોધી નીતિને સાખી લેવામાં નહીં આવે, ક્યારે પણ ખાનગીકરણને સપોર્ટ નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. જો ખાનગી પાર્ટીને લોન્ચ અને ટગનું કામ આપીને કામદારોને બેસાડી દેવામાં આવશે તો કામદાર વર્ગ આંદોલન કરીને કામગીરી ઠપ્પ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે જેની જવાબદારી મરિન અને મિકેનિકલ વિભાગની રહેશે તેમ યુનિયનના ઉપપ્રમુખ રાણાભાઇ વીસરીયા અને મહામંત્રી નારીભાઇએ જણાવ્યું છે.

ટગ ભાડે રાખવા પાછળ કોનું ભેજું કામ કરે છે ?
ટગ ભાડે રાખવાથી લઇને આયુષ્ય મર્યાદા હજુ બાકી હોવા છતાં કેટલીક ટગને બિન ઉપયોગી જાહેર કરીને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નિર્ણય સામે યુનિયન અને કામદારોમાં ચણભણાટ છે, વળી કરોડો રૂપિયાના ખર્ચે ટગ ભાડે રાખવા પાછળ પણ કોનું ભેજું કામ કરી રહ્યું છે તે સહિતના પ્રશ્નો ઉઠવાની સાથે તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...