તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:આદિપુરની પેઢીને કોલસાના કારોબારમાં યુપીના ધંધાર્થીએ 14 લાખનું કરી નાખ્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખ મોકલાવેલા માલના, 4 હજાર ભાડાના પણ ચાંઉ કરાયા

આદિપુરમાં આવેલી ભાગીદારી પેઢીને ઉત્તરપ્રદેશના ધંધાર્થીએ વિશ્વાસમાં લઇ કોલસાના કારોબારમાં રૂ.14.18 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ પેઢીના ભાગીદારે નોંધાવી છે. ગાંધીધામના ભારતનગરમાં રહેતા 34 વર્ષીય સુરેશ ઉર્ફે સાગર ગામારામ રાનાવત, સંજય દેવીદાન ગઢવી અને રાજેશભાઇ આહિર આદિપુરના વોર્ડ-3/બીમાં થર્ડ આય બ્લેક ડાયમન્ડ કંપની ભાગીદારીમાં ચલાવી કોલસાનો કારોબાર કરે છે. તેમની પેઢી એ તા.26 જાન્યુઆરી 2021 થી તા.9 માર્ચ 2021 દરમિયાન ઉત્તરપ્રદેશના મલિક ઇન્ટરનેશનલ કોલના માલિક અંકિત સોકિન્દર મલિક સાથે ઇન્ટરનેશનલ કોલસાનો વ્યવહાર કર્યો હતો. આ સમય દરમિયાન 14 ટ્રેઇલર મારફત રૂ.52,08,768 નો કોલસો મોકલાવાયો હતો જે પૈકી એ કંપનીએ 24 ફેબ્રુઆરી 2021 સુધી રૂ.42,50,000 ચૂકવી દીધા હતા.

આ કંપની પાસેથી રૂ.10,18,768 કોલસાના અને રૂ.4,00,000 ગાડીના ભાડા પેટે મળી કુલ રૂ.14,18,768 લેવાના બાકી નિકળતા હતા. આ રકમ માટે તેમણે ટેલિફોનિક ઉઘરાણી કરી ત્યારે 18 માર્ચે બહેનના લગ્ન પતિ જાય પછી આપી દેવાનું કહી વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં તેઓ તા.18 એપ્રીલ 2021 ના રોજ ઉત્તરપ્રદેશ ગયા હતા જ્યાં અંકિત તેમને સબંધીઓ સાથે હોટલમાં મળવા આવ્યો હતો. તેણે 15 દિવસમાં આપી દેવાનું કહેતાં તેઓ રોકાયા હતા પરંતુ ન આપતાં તેઓ અંકિતના પિતા પાસે જઇ હકિકત જણાવી હતી પરંતુ તેમણે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું બીતો નથી તમારા રૂપિયા આપીશ નહી તેવું જણાવ્યું હતું. આદિપુર પોલીસે તેમની ફરિયાદના અધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંકુલના વેપારીઓને કોરોનાની માર વચ્ચે વિશ્વાસઘાતીઓનો ત્રાસ
સંકુલમાં વર્ષ-2020 ના લોકડાઉન બાદ એક તરફ કોરોનાને કારણે ધંધામાં મોટી માર ખાવી પડી છે તો કોરોનાએ હવે છેડો મુક્યો તો આ કાળ દરમિયાન જ વિશ્વાસઘાતીઓએ ત્રાસ વધાર્યો છે. થોડા દિવસ પહેલાં જ કોલસો નિયત જગ્યાએ ન પહોંચ્યો હોવાની તો અંજાર પાસે આવેલી કંપનીમાંથી કંડલા જવા નિકળેલા ટ્રેઇલરમાં 1.41 કરોડનો સોયાબીન ખોળ સગેવગે કરાયો હોવાની ઘટના નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...