તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માતાજીનો સામાન પધરાવે એટલીવારમાં એક્ટિવા ચોરાયું

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે દિવસે 10 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, તે જ શિણાયમાં સાંજે વાહનની ચોરી
  • વાહન ચોરીનો ભેદ ઉકેલાયો પણ સક્રિય ગેંગ હજી પોલીસ માટે પડકાર

ગાંધીધામ પોલીસે ગઇકાલે 10 ચોરાઉ બાઇક સાથે એક માસ્ટરમાઇન્ડને પકડી લઇ 7 વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો તે જ દિવસે સાંજે શિણાય ડેમ પાસેથી યુવાન માતાજીનો સામાન પધરાવે એટલીવારમાં એક્ટિવા ચોરી થયું હોવાની ઘટના બનતાં હજી સંકુલમાં વાહન ચોરીને અંજામ આપતી સક્રિય ગેંગ પોલીસ માટે પડકારરૂપ જ છે.

આદિપુર રહેતા પ્રકાશ જગુભાઇ ધેડાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગત સાંજે પાંચ વાગ્યે તેમનું રૂ.20,000 ની કિ઼મતનું એક્ટિવા લઇ તેમનો ભાણેજ જયદિપ ગોપાલભાઇ નોરિયા શિણાય ડેમ ખાતે માતાજીનો સામાન પધરાવવા ગયો હતો. તેમણે ડેમની પાળ પાસે પાર્ક કરેલું અક્ટિવા માતાજીનો સામાન પધરાવીને આવ્યા ત્યારે ન દેખાતાં આસપાસ શોધવાના પ્રયત્નો કર્યા હતા. તેમનું બાઇક ચોરી થયું હોવાનું જણાતાં તેમણે આદિપુર પોલીસ મથકે આ વાહન ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે દિવસે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સંકુલની વિવિધ જગ્યાએથી ચોરેલા 10 બાઇક સાથે એક આરોપીને પકડ્યો તે જ દિવસે સાંજે આ બાઇક ચોરીનો બનાવ બનતાં હજી સક્રીય રહેલી બાઇક ચોરતી ગેંગ પોલીસ માટે પડકાર બની છે. તેવામાં પોલીસ ઝડપથી આરોપીને પકડે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...