ધરપકડ:અંજારમાંથી લૂંટ અને ચીલઝડપને અંજામ આપનાર આરોપી પકડાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકમાં કરેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો: 5 હજારનો મોબાઇલ કબજે કરાયો

અંજારમાં ફરી રેકી કર્યા બાદ લૂંટ અને ચીલ ઝડપને અંજામ આપનાર કીડાણાના આરોપીને પકડી લઇ સ્થાનિક પોલીસે બે ગુનાના ભેદ ઉકેલી લીધા હતા. પકડાયેલા આરોપી પાસેથી રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ જપ્ત કરાયો હતો.

આ બાબતે અંજાર પોલીસ મથકના પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,અંજારમાં લૂંટ અને ચીલ ઝડપના વધતા બનાવો વચ્ચે આ ગુનાને અંજામ આપનાર આરોપીને પકડવા સતત રાખેલી વોચ દરમિયાન અંજાર પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો આરોપી કિડાણાનો અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા આશાબા પુલીયા પાસે હોવાની ચોક્કસ બાતમી આધારે તેને પકડી પૂછપરછ કરતાં તેણે આજથી બે મહિના પહેલા અંજારમાં ગંગાનાકા પાસેથી એક મહિલાના ગળામાથી ચેન સ્નેચીંગ કરી હોવાની કબૂલાત આપતાં રૂ.5,000 ની કિંમતના મોબાઇલ સાથે તેને રાઉન્ડઅપ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.આ આરોપી વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે બે ગુનાઓ નોંધાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

બજારમાં રેકી કરી રાહદારીના ગળામાંથી દાગીના ખેંચવાની ટેવ ધરાવે છે
આરોપી અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા રાહદારીઓની રેકી કરી રાહદારીઓના ગળામાં કિંમતી ઘરેણા પહેરેલા હોય તેનો પીછો કરી તેઓના ગળામાના દાગીનાની ચીલઝડપ કરવાની ટેવ વાળો હોવાનું તપાસનિશ અધિકારીએ જણાવ્યું હતું.

અંજારમાં ચીલઝડપ બાદ એએસઆઇ પર હુમલો કરનાર પણ કિડાણાનો જ
શનિવારે એએસઆઇ ઉપર છરીના ઘા મારી હુમલો કરનાર શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડા પણ કીડાણાનો છે અને તેણે પણ હુમલાના આગલા દિવસે અંજારના જેસલ તોરલ મંદિર સામે મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ચીલઝડપને અંજામ આપ્યો હતો. આજે પકડાયેલો અબ્દુલગની પણ કિડાણાનો રહેવાસી છે.

અન્ય સમાચારો પણ છે...