તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભચાઉમાં દેશી દારૂના 4 અડ્ડા પર દરોડામાં આરોપી ન મળ્યા

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભચાઉમાં પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઇ બોલાવી ચાર જુદા-જુદા અડ્ડાઓ ઉપર દરોડા પાડ્યા હતા પરંતુ તમામ દરોડામાં આરોપીઓ હાજર મળ્યા ન હતા.પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉના નવી મોટી ચીરઇ ગામના તળાવ પાસે બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં બાવળની ઝાડીમાંથી રૂ.2,400 ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો 1200 લીટર આથો મળ્યો હતો પરંતુ આરોપી અશોકસિંહ બળવંતસિંહ જાલા હાજર મળ્યો ન હતો, તો જુની મોટી ચીરઇના કુંડીધરો વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનગર પાછળ બાવળની ઝાડીમાંથી રૂ.1,200 ની કિંમતનો 600 લીટર દેશી દારૂનો અાથો મળ્યો હતો પણ આરોપી લખમણ

ઉર્ફે લખો વેલજીભાઇ કોલી હાજર મળ્યો ન હતો. તો ચોબારીના છપરાવાંઢ સીમમાં ખેતરમાંથી રૂ.800 ની કિંમતનો દેશી દારૂનો આથો મળ્યો પરંતુ નવા કકરવા રહેતો આરોપી વાલા મેઘા મણકા ફરાર રહ્યો હતો. તો શહેરના જીઇબી વિસ્તારમાં રમેશ અમરશીભાઇ કોલીના ઘરમાંથી રૂ.100 ની કિંમતનો 20 લીટર દેશી દારૂ મળ્યો પણ આરોપી હાજર મળ્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉ પંથકમાં વિદેશી અને દેશી દારૂની બદી ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, આ બાબતે અનેક ફરિયાદો પણ ઉઠી છે. પોલીસ દરોડા પાડે છે પરંતુ આ દરોડાઓમાંથી મોટા ભાગના દરોડાઓ માં આરોપીઓ ફરાર જ રહેતા હોય છે જે અનેક સવાલ ઉભા કરે છે. અનેક પરિવારોને બરબાદ કરનાર બદીને કડક કામગીરી કરી નાથવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો