તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વેપારીઓને ધમકાવનારો આરોપી રાપર સબ જેલમાંથી ભાગ્યો, કલાકમાં પકડાયો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી રાખવા આવેલા પટ્ટાવાળાને ધક્કો મારી ભાગતાં દોડધામ

રાપરમાં વેપારીઓ પાસેથી ધાક ધમકી કરી પૈસા ઉઘરાવવાના ગુનામાં પકડાયેલો આરોપી રાપર પોલીસ મથકની કસ્ટડીમાં પાણી રાખવા આવેલા પટ્ટાવાળાને ધક્કો મારી ભાગ્યા બાદ અફરા તફરી મચી જવા પામી હતી પણ એક જ કલાકમાં પોલીસે તેને દબોચી લેતાં તંત્રને હાશકારો થયો હતો.

આ બાબતે રાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ,વેપારીઓ પાસેથી ધાક ધમકી કરી પૈસા લેવાના કેસમાં પકડાયેલો કુલદિપસિંહ ભીમભા સોઢા કાયદેસરની કોર્ટ કસ્ટડીમાં રાપર સબ જેલમાં હતો. સવારે 10:20 વાગ્યે મીનરલ વોટર આવતાં રેવેન્યુ તલાટી નરેશભાઇ સવાભાઇ ચોધરીએ પટ્ટાવાળા હરીભાઇ ગેલાભાઇ સોલંકીને જેલમાં પાણી રાખવા માટે ચાવી આપી હતી હરીભાઇએ પાણી રાખવા માટે જેલનો દરવાજો ખોલ્યો ત્યારે જ અંદર રહેલા આરોપી કુલદિપસિંહ તેમને ધક્કો મારી ભાગ્યો હતો.

આ બાબતે તાત્કાલિક તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા અને જુદી જુદી ટીમ બનાવી આરોપી કુલદિપસિંહને સઇ ગામથી એક જ કલાકમાં દબોચી લેવાતાં તંત્રને હાશકારો અનુભવાયો હતો. સબ જેલમાંથી પટ્ટાવાળાને ધક્કો મારી ભાગેલા આરોપી કુલદિપસિંહ વિરૂધ્ધ મામલતદાર કચેરીના રેવેન્યુ તલાટી નરેશભાઇ સવાભાઇ ચૌધરીએ રાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ એચ.એમ.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

બેદરકારી દાખવનારા બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
રાપર સબજેલમાંથી નાસી ગયેલા આરોપી કુલદિપસિંહ સોઢાને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો. પરંતુ આ ઘટનામાં બેજવાબદાર રહેનાર બે પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરાયા હતાં જેમાં હેડ કોન્સ્ટેબલ તુલસીભાઇ જેમલ કોલી અને પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કોલી ને તાત્કાલિક બેદરકારી બદલ પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલે સસ્પેન્ડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...