તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:અંજાર-મુન્દ્રાના લૂંટ અને મારામારીના ગુનામાં ફરાર આરોપી પકડાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર અને મુન્દ્રા પોલીસ મથકે નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દબોચી લીધો હતો.આ બાબતે પીઆઇ વી.પી.જાડેજાએ વિગતો આપી હતી કે, અંજાર પોલીસ મથકે વર્ષ-2018માં નોંધાયેલા અને મુન્દ્રા મરિન પોલીસ મથકે વર્ષ-2017 માં નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં નાસતો ફરતો ખૂંખાર આરોપી પ્રેમજી ઉર્ફે ટાઇગર હીરજી ભીલ ગળપાદર શાંતિધામ-4 હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો ટીમને સાથે રાખી વોચ ગોઠવી હતી જેમાં પોલીસ હોવાની ગંધ આવી જતાં આ ખૂંખાર આરોપી ભાગ્યો હતો પરંતુ ફીલ્મી ઢબે પીછો કરી તેને દબોચી લેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો