પોલીસ તંત્રમાં દોડધામ:શ્રમજીવી પરિવારના 3 સગીર વયના સંતાનના અપહરણથી ચકચાર

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે પુત્રી એક પુત્ર ગાયબ થતાં પરિવારમાં ગમગીની

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાંથી શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના બે પુત્રી તેમજ પુત્ર એમ એક પરિવારના ત્રણ સગીર વયના સંતાનોનું અપહરણ કરાયું હોવાની ઘટનાથી ગરીબ પરિવાર ઉપર આભ ફાટ્યું છે, એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

નવી સુંદરપુરીમાં રહેતો કાંતિ જીણા વડેચા (દેવીપૂજક) અને તેની પત્ની બેઉ જણ રેંકડી પર શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. તા.14/11 ના બનેલી આ ઘટનામાં પતિ-પત્ની શાકભાજી વેચવા ધંધાર્થે બહાર હતા. તેમની ગેરહાજરીમાં ધો. 9માં ભણતી 14 વર્ષની મોટી દીકરી, ધો. 5માં ભણતી 9 વર્ષની વચેટ દીકરી અને 8 વર્ષનો પુત્ર ત્રણે ભેદી રીતે ગાયબ થઈ ગયાં હતા. રાત્રે 8 વાગ્યે રસોઇ કરવા આવેલી તેમની માતા ઘરે આવી ત્યારે તેને બાળકો ગુમ થઈ ગયાં હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું ત્રણે સંતાનો સાંજે સાત વાગ્યા સુધી ઘરે જ હાજર હતા. માતાએ ઘરમાં તપાસ કરતાં બંને દીકરીઓની સ્કુલ બેગ અને કપડાં ગાયબ હતા. આખી રાત ભારે શોધખોળ બાદ પણ સંતાનોનો કોઈ અતોપત્તો ના મળતાં આજે સવારે દંપતીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજે સવારે આ બાળકો આદિપુર બસ સ્ટેશન પાસે નાસ્તો કરતા દેખાયા હતા
એ-ડિવિઝન પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એન.વી. રહેવરે જણાવ્યું કે તપાસ કરતાં આ બાળકો સવારે ૯ કલાકે આદિપુર બસ સ્ટેન્ડમાં જોવા મળ્યાં હતા. ત્યારબાદ ૧૧ વાગ્યે પુરી-શાકની લારી પરથી તેમણે ભોજન ખરીદીને ખાધું હોવાનું પણ બહાર આવ્યું હતું. પરંતુ, ત્યારબાદ આ ત્રણે બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે કચ્છ બહાર જતી એસટી બસો અને અન્ય સ્થળોએ પણ સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...