તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:87 વર્ષીય બાએ ઘરે જ સારવાર લઈને કોરોનાને મ્હાત આપી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 87 વર્ષીય બાએ ઘરે જ સારવાર લઈને કોરોનાને મ્હાત આપી
  • પરિવારની હિંમત, દવા, નાસ અને ઉકાળા સાથે ઘરેજ રહી કોરોનાને કર્યો પરાસ્ત

ગાંધીધામના સુભાષનગરમાં રહેતા 87 વર્ષીય સરોજબેન ગઢવીએ કોરોનાને હસતા મોઢે ઘરેજ રહીને પરાસ્ત કરીને ભયના ઓથાર નીચે જીવતા સમાજને પ્રેરણારુપ દાખલો બેસાડ્યો હતો. સરોજબેન ગઢવીએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો, પણ બીજા ડોઝનો સમય આવે તે પહેલાજ પખવાડીયા અગાઉ તાવ, ઉધરશ અને પીઠના દુખાવાની વાત કરતા તેમના પુત્ર જયેશ ગઢવીએ રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેમાં આરટીપીસીઆર ટેસ્ટ 21-22 હતો.

ભયના ઓથારમાં આવ્યા વીના તેમણે આત્મબળ દેખાડીને હવે આગળ શું થઈ શકે, તે અંગે પરિવાર સાથે વિચાર્યું હતું અને ઘરેજ રહીને પોષ્ટિક ભોજન, પરિવારની હુંફ સાથે 14 દિવસ સુધી ક્વોરાન્ટાઈન રહીને તબીબી સલાહ અનુસારની દવાઓ, નાસ, ગરમ પાણી, ઉકાળા લીધા હતા. અને 14 દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.

તેવો હાલ સ્વસ્થ છે અને અનેક લોકો માટે આદર્શ અને પ્રેરણારુપ દાખલો બેસાડ્યો હતો, કે ભય નહિ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણયજ લઈ આગળ વધવુ જોઇએ. તેમણે વેક્સિનનો એક ડોઝ અગાઉ લીધેલો હતો.

અન્ય સમાચારો પણ છે...