તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાકીનું પાણી ક્યાં ?:વરસામેડીથી છોડેલું 51 MLD પાણી ગાંધીધામ પહોંચતા 36 થયું

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાણીની કટોકટી નિવારવા પદાધિકારીઓ દોડધામ
 • ગાંધીધામ-આદિપુરની ત્રણ લાખથી વધુ વસ્તી સમસ્યાનો કરે છે સામનો

ગાંધીધામ-આદિપુરમાં પીવાના પાણી માટે ચોમાસામાં પણ કેટલીક વખત બુમરાડ ઉઠતી હોય છે. હાલ ઉનાળો છે તેવા સમયે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ વધી રહી છે. સત્તાધિશો મસમોટી વાતો કરી રહ્યા છે. પરંતુ હકીકતે પરીણામલક્ષી કામગીરી થવી જોઇએ તે હજુ થતી ન હોવાને કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. તાજેતરમાં જાણકારોના દાવા મુજબ વરસામેડીથી છોડવામાં આવેલા 51 એમએલડી પાણી ગાંધીધામના રામબાગના ટાંકા સુધી પહોંચતા 36 એમએલડી પહોંચી ગયું હતું. જેને કારણે પાણી પુરવઠા બોર્ડની પોલ ખુલી ગઇ હતી.

રસ્તામાં આડેધડ પાણી આપવામાં આવી રહ્યું છે તે ફરી એક વખત ફલીત થયું. પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે જે સંકલન હોવું જોઇએ તેનો પણ અભાવ હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આદિપુરના મોટાભાગના વિસ્તારોમાં પાણી આવ્યું નથી. વોર્ડ નં.10ના કેટલાક વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી શરૂ થયાની ફરિયાદ પણ ઉઠી રહી છે. દરમિયાન પાલિકાના સત્તાધિશો લોકોને પાણી પુરતું મળી રહે તે માટે મહેનત કરી રહ્યા છે.

પરંતુ હજુ ફોલ્ટ શોધી શક્યા નથી. જોકે, આજે રામબાગ પાણીના ટાંકા પર પાણીનો પ્રવાહ નવા વાલ્વને લઇને વધ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. શહેરના સાડા ત્રણ લાખથી વધુ લોકોને હેરાનગતિનો સામનો કરવાની નોબત આવી રહી છે. પાણી હોવા છતાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. નગરપાલિકાના શાસકો આ તંગી નિવારવા મહેનત કરે છે પરંતુ તેનું પરીણામ હજું જોઇએ તેવું મળતું હોય તેવું જણાતું નથી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉભી થયેલી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા નક્કર કામગીરી હજુ બાકી હોય તેમ જણાય છે.

ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે પણ કેટલાક વિસ્તારના લોકોને તેનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ જણાઇ રહી છે. દરમિયાન આજે પુનીત દુધરેજીયા, પપ્પુ ઘેડા વગેરેએ વરસામેડી પમ્પીંગ સ્ટેશન પર જઇને નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ એક નવો વાલ્વ નાખવામાં આવે તો પાણીનો પ્રવાહ વધે તેમ હોવાથી નવો વાલ્વ પણ ફીટ કરવામાં આવ્યો છે.

દરમિયાન સાંજના સમયે રામબાગ પાણીના ટાંકા પર પાણીનો પ્રવાહ વધ્યો હોવાની વિગત મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે, વિતરણ વ્યવસ્થા કેવી અને ક્યારે થાય છે.

18 માસ થયા પણ પરીસ્થિતિ સુધરવાના બદલે બગડી
ધારાશાસ્ત્રી એન.જે. તોલાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, આદિપુરમાં લાંબા સમયથી ઓછા પ્રેસરથી પાણી આવે છે. ત્રીજા દિવસે આવતું પાણી હાલ ચોથા દિવસે આવી રહ્યું છે. અગાઉ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવ્યા પછી પાલિકાએ તા.5-10-19ના પત્ર લખી આદિપુર શહેરમાં પાણનું વિતરણ દિવસ દરમિયાન એકાંતરે અપાશે તેવી ખાતરી આપી હતી.

આ ખાતરીને 18 મહિના પુરા થયા પણ પરીસ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. ચાર દિવસે આજે પાણી આવે છે. ગાંધીધામમાં ત્રીજા દિવસે પાણી આપવામાં આવે છે. પણ વેરો રોજના પાણીના હિસાબને લઇને વસૂલાય છે.

આદિપુરના કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ થયો
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગઇ કાલે આદિપુરના ઘણા વિસ્તારોમાં પાણીનો સપ્લાય બંધ થતાં લોકોની હાલત કફોડી થઇ ગઇ હતી. ઉનાળાના દિવસોમાં પાણીની આ તંગીને કારણે લોકો પાલિકા અને ભાજપ પર રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.વોર્ડ 4 એ સહિતના વિસ્તારમાં આવી સ્થિતિ ઉભી થઇ હતી. જ્યારે સામાન્ય રીતે ચોમાસામાં ગટર મિશ્રિત પાણી આવે છે પરંતુ આજે સાત વાળી અને બાર વાળી વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે અમરીતાદાસ ગુપ્તાએ રજૂઆત પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો