ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચની 13મી રાષ્ટ્રીય કાર્યકારણીની દ્રિતીય બેઠકનું આયોજન કરાયું હતું. માયુમ, જાગૃતિ શાખા,ઉદય શાખાના આતિથ્યમાં યોજાયેલી બેઠકમાં દેશના અલગ અલગ રાજ્યોથી 75થી વધુ સદસ્યોએ ભાગ લીધો હતો. જેમાં મંચના રાષ્ટ્રીય પ્રમુખ કપિલ લખોટિયા, ગુજરાતના પ્રમુખ પ્રેરણા ભાઉવાલાનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ બલરામ સુલ્તાનીયા, રવિ અગ્રવાલ, અતિથી વિશેષ તરીકે પવન મોર, ચેમ્બર પ્રમુખ અનિલ જૈન, રાજેંદ્ર અગ્રવાલ, ગાંધીધામ માયુમ પ્રમુખ સંદિપ બાગરેચા, ઓમપ્રકાશ સરિયાલા, સંગીતા શાહ, રશ્મી બાગરેચા, પારસ જોયા, દેવાંશ ગુપ્તા, મીતી ભરતીયા, નંદલાલ ગોયલ, પ્રશાંત અગ્રવાલ, જીતેંદ્ર જૈન, શૈલેંદ્ર જૈન, રોશન ગોયલ, જ્યોતિ જૈન સહિતના ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મારવાડી યુવામંચ દ્વારા લોકડાઉન, કોરોના સહિતના કપરાકાળમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.