તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થિતિ:હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોની તપાસમાં ઠાગાઠૈયા

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની સ્થિતિમાં સંકુલમાં ઉભા થતા પ્રશ્નો
 • આરોગ્ય વિભાગ, પોલીસ વગેરેની જવાબદારી હોવાની દલીલબાજી

કોરોનાની સ્થિતિમાં અત્યાર સુધી સલામત રહેલા ગાંધીધામ- આદિપુર સંકુલમાં લોકડાઉનમાં આપવામાં આવેલી હળવી છૂટછાટ પછી પરીસ્થિતિ વિકટ બને તેવી શક્યતા ઉદ્દભવી હતી. હાલ પણ 6 કેસ આવ્યા પછી હરીઓમ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવતા વધુ તકેદારી રાખવી પડે તેવી સ્થિતિ છે. દરમિયાન જે વ્યક્તિઓ બહારથી આવે છે તેને હોમ ક્વોરન્ટાઇનની ફરજ પાડવામાં આવે છે પરંતુ આ પૈકી કેટલાક ચૂસ્ત રીતે પાલન કરે છે પરંતુ કેટલાક લોકો સંકુલમાં હરતા ફરતા થતા હોવાની ફરીયાદો પણ ઉઠે છે. પાડોસીઓ દ્વારા આ બાબતે ફરીયાદો પણ થઇ ચૂકી છે. કેટલાક જવાબદાર સરકારી અધિકારીઓ પણ આ બાબતે શંકાના દાયરામાં આવી ગયા છતાં જોઇએ તેવા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. 
હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે તેવા લોકો માટે ચકાસણી સહિતના યોગ્ય નોંધ પણ લેવામાં આવતી હોય છે. જુદા જુદા સમયે બહાર પડતી માર્ગદર્શિકા મુજબ પાલન કરવાનું હોય છે પરંતુ એક સાંધેને તેર તુટી તેવી સ્થિતિમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને તેની સાથે અન્ય પણ કેટલાક કામો થોપી દેવામાં આવતાં સમયસર જે કામ થવા જોઇએ તે થતા નથી. કામગીરીના બોજ વધતાં પુરતા પ્રમાણમાં કર્મચારીઓ ધ્યાન આપી શકે કે કેમ તે પ્રશ્ન છે.
પૂર્વ કચ્છની હોસ્પિટલને કોરોનાની કીટનું શું?
ધારાશાસ્ત્રી કુંદનપ્રસાદે મુખ્યમંત્રી, કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ઓરેંજ ઝોન સ્ટેજમાં કચ્છ જિલ્લો ચાલી રહ્યો છે. બહારથી આવતા નાગરીકો નિયમનું પાલન ન કરે તો જિલ્લો રેડ ઝોનમાં ફેરવાઇ શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા નાગરીકો પરવાનગી લેતા નથી. તેની સામે કાર્યવાહી થવી જોઇએ. તેના ચકાસણીમાં પોઝીટીવ કેસ નિકળે છે તેનો અર્થ એ છે કે જે તે સમયે બહાર નિકળ્યા ત્યારે યોગ્ય ચકાસણી નિયમ મુજબ થઇ નથી. અમુક નાગરીકો હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરતા નથી. હરીઓમ ટ્રસ્ટમાં પોઝીટીવ કેસ આવ્યો છે તેને રાખવામાં આવ્યા છે પરંતુ ટેસ્ટીંગ કીટ ભુજની હોસ્પિટલમાં હોઇ આ કીટ અહીં આપવી જોઇએ. પરવાનગી વગર આવતા લોકોને રોકવા હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરાવવા એસપીને હૂકમ કરવા પણ માગણી કરી છે.
કાર્ડ આપવાની બાબતે કાળજી રાખવી પડશે
કલેક્ટર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ઓરેંજ ઝોનમાં રહેલા કચ્છમાં તકેદારીના પગલારૂપે શાકભાજી,ફળફળાદી વેચનાર, હોમ ડીલીવરી કરતી વ્યક્તિઓ, રિક્ષા ચાલકો વગેરને હેલ્થકાર્ડ નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાંથી મેળવવાનું રહેૈશે. સાત દિવસની મુદ્દતનું આ કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ રીતે સફાઇ કામદાર રાખનાર સંસ્થા, એજન્સી, કચેરીઓ દ્વારા પણ અઠવાડીયે એક વખત મેડીકલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ બધી પ્રોસીજરોનું અમલીકરણ થાય તે જરૂરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો