તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પ્રમુખ પદ સામાન્ય થતાં ભાજપમાં ખેંચતાણ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ પાસે રોટેશન મુજબ પ્રમુખ પદ હતું

ગાંધીધામ તાલુકા પંચાયતના સિમાંકનમાં ગત વર્ષે ફેરફાર થયા પછી અગાઉ 15 બેઠકો હતી તેમાં એકનો વધારો થઇને ગળપાદરની વધારાની બેઠક ઉમેરાતા 16 બેઠકો થઇ હતી. પદના રોટેશનમાં પાંચેય વર્ષ માટે પ્રમુખ પદ અનુસૂચિત જાતિ અને સામાન્ય મહિલાને ફાળે જતાં પાંચેય વર્ષ મહિલાઓએ સુકાન સંભાળ્યું હતું. હવે નવા રોટેશનમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય પુરૂષના ફાળે જતાં ભાજપમાં હાલ ખેંચતાણના સંકેત મળી રહ્યા છે. પ્રમુખ પદના દાવેદારો માટે ત્રણથી વધુ આગેવાનો વચ્ચે હરીફાઇ થાય તેવા સંજોગો ઉભા થાય તેમ છે.

નવા સિમાંકન પછી યોજાયેલી ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં પ્રથમ તો ભાજપમાં એક જ જૂથનો હાથ ઉપર રહેતો હતો. પરંતુ ત્યાર બાદ સમીકરણો બદલાયા અને ધારાસભ્ય તરીકે માલતીબેન મહેશ્વરી ચૂંટાયા બાદ તાલુકાથી લઇને નગરપાલિકા કક્ષાએ જૂથવાદ વધ્યો હતો. બે જૂથ વચ્ચેની લડાઇમાં તાલુકાનો વિકાસ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં હવે ચૂંટણી આવતાં જ વધુને વધુ બેઠકો એક જૂથને મળે તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે.

જુના જોગીઓને કાપવા માટે પણ પેંતરા શરૂ થઇ ગયા છે. ત્રણ ટર્મ વાળા એકાદ બે કાર્યકરો બાકાત થઇ જાય તેવી સ્થિતિ જણાઇ રહી છે. દરમિયાન ગત પાંચ વર્ષના લેખાજોખા જોવામાં આવે તો પ્રથમ લક્ષ્મીબેન સોધમે અઢી વર્ષ શાસન કર્યું હતું.ત્યાર બાદ ગીતાબેન મ્યાત્રાએ પ્રમુખ પદે રહ્યા હતા. વિતેલા પાંચ વર્ષમાં અનેકવિધ ઉતાર ચડાવ પણ આવી ચૂક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો