ટેન્ડર ખૂલ્યા:8 પૈકી 4 ના ટેન્ડર ટેકનિકલ કારણોસર રદ્દ, અમદાવાદના ઠેકેદારને કામ સોંપાશે

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાએ શિણાય ડમ્પિંગ સાઇટના મગાવેલા ટેન્ડર ખૂલ્યા
  • હાઇકોર્ટની ટકોર બાદ વર્ક ઓર્ડર સહિતની કાર્યવાહી પાલિકાએ આટોપી

ગાંધીધામ નગરપાલિકાને આપવામાં આવેલી શિણાય ડમ્પિંગ સાઇટ પર ચાલતા કાનૂની વિવાદમાં હાઇકોર્ટે પણ ટકોર કરીને સમગ્ર બોડીને સુપરસીડ કરવા જણાવાયું હતું. સુધરાઇ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યા પછી તા.14/10 ના આગળની કાર્યવાહી હાથ ધરનાર છે. દરમિયાન પાલિકા દ્વારા અંદાજે 170 લાખ ટન કચરો ઉપાડવા માટે ટેન્ડર મગાવાયા હતા. 8 એજન્સીએ આ કામમાં રસ ધરાવ્યો હતો પરંતુ ટેકનિકલ કારણોસર 4 એજન્સીના ટેન્ડર માન્ય રહ્ા ન હતા.

હરિફાઇમાં રહેલી 4 પૈકી અમદાવાદના ઠેકેદારને ભાગે આ કામ આવતાં વર્ક ઓર્ડર આપવા સહિતની કાર્યવાહી આટોપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. સુધરાઇના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શિણાય ડમ્પિંગ સાઇટ બંધ કરીને કોર્ટના હુકમ પછી સરકારે અંજારની વાડા ખાતેની જમીન ડમ્પિંગ સાઇટ માટે ફાળવી હતી.શિણાયના મુદ્દે ચાલતા કાનૂની વિવાદમાં અગાઉ હાઇકોર્ટમાં પાલિકાની ગંભીર ટકોરલક્ષી અવલોકન બહાર આવ્યું હતું.

ત્યારબાદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવો ખુલાસો કોર્ટમાં કરવામાં આવ્યો હતો. દરમિયાન તા.14 મીના કોર્ટની મુદ્દત છે તેવા સંજોગો વચ્ચે નગરપાલિકાએ શિણાય ખાતે રહેલા કચરાના નીકાલ અને વર્ગીકરણ માટે પગલાં ભરવાની શરૂઆત કરી છે. કારોબારી સમિતિના ચેરમેન પુનિત દૂધરેજિયાએ જણાવ્યું હતું કે, આવેલા ટેન્ડર પૈકી 4 ટેન્ડર માન્ય રહ્યા હતા જેમાં અમદાવાદની એજન્સીને કામ મળ્યું છે.

ટન દીઠ 269 નો ભાવ
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, અઢીથી 3 રૂપિયાના કચરાની સાઇટના આ કામમાં ટન દીઠ રૂ.269 ભાવ નક્કી થશે, જેના હિસાબે આ એજન્સીને નિયત સમયમાં કામ કરવું પડશે અને સાધન સામગ્રી પણ નિયમ મુજબ વસાવવી પડશે, સાથે સાથે ઝડપી કાર્યવાહી થાય તે માટે પાલિકાએ પણ યોગ્ય મોનિટરિંગ કરવું પડશે.ઉલ્લેખનિય છે કે, નગરપાલિકાના વિવિધ કામોમાં વિવાદ થઇ ચૂક્યા છે. જેને લઇને જે-તે કામો ઉપર પણ અસર પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...