ધરપકડ:અંજારમાંથી ચેઇનની ચીલઝડપ કરનાર કિશોર પકડાયો : મુખ્ય આરોપી ફરાર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે એક્ટિવા સહિત 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અંજારમાં બે દિવસ પહેલાં એક્ટિવા પર આવી મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી ચીલ ઝડપના બનાવને અંજામ આપનાર કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. આ બાબતે પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપી હતી કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી માતૃ સ્પર્શ હોસ્પિટલ પાસે તેમને બાતમી મળી હતી કે,ખેતરપાળ મંદિર બાજુથી એક ઈસમ શંકાસ્પદ રીતે સોનાની ચેન વેચવા માટે અંજાર બાજુ આવી રહ્યો છે, આ બાતમી બાદ વોચ ગોઠવી હતી.

વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એક્ટીવા લઈને નિકળતા તેને રોકી ચેક કરતા તેની પાસેથી એક સોનાની ચેન મળી આવતા તેને તે ચેનના આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ તેની પાસે તેને પોતાની કોઈ આધાર પુરાવા ન હોવાનું તેણે જણાઅતાં રૂ.40,000 ની કિંમતની એ સોનાની ચેન બાબતે પુછપરછ કરતાં તેણે તથા તેની સાથેના અન્ય આરોપી કિડાણા રહેતા અબ્દુલગની ઈસ્માઈલ ચાવડા સાથે મળી આ ચેન બે દિવસ પહેલા અંજાર માંથી એક લૂંટ કરેલી હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા કિશોર પાસેથી રૂ.70 હજારની એક્ટિવા સહિત કુલ રૂ.1,10,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...