ક્રાઇમ / ગાંધીધામમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોટલો પર તવાઇ

Tawai at hotels that stay open late at night in Gandhidham
X
Tawai at hotels that stay open late at night in Gandhidham

  • કોરોના કેસને ધ્યાનમાં લઇ પોલીસ તંત્રએ કરી કામગીરી

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. કચ્છમાં કોરોનાનું સંક્રમણ બેવધી રહ્યું છે ત્યારે છેલ્લાં થોડાંક દિવસોથી પોલીસે રાત્રિ કરફ્યુનો ભંગ કરી કારણ વગર ફરતાં વાહનચાલકો અને લોકોને પકડવાની કામગીરી ફરી કડક કરી છે. ગાંધીધામમાં સમય મર્યાદા કરતા વધુ સમય સુધી રાત્રે 9 પછી હોટલો ખુલ્લી રાખી સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનો ભંગ કરી રહેલા હોટેલ, રેસ્ટોરન્ટ કે ખાણી-પીણીની રેંકડીઓ ચાલું રાખનારાં ધંધાર્થીઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.

જાહેરનામા ભંગના ગુના નોંધી તેમની અટકાયત કરી
ગાંધીધામના સિલ્વર આર્ક કોમ્પ્લેક્સ નજીક બી ડિવિઝન પોલીસે ઈમેજ નામની શોપ અને મોન્જીનીઝ નામની શોપના સંચાલક સામે ગુના નોંધ્યા હતા. તો, શહેરના ચાવલા ચોક નજીક બેસ્ટ આઈસ્ક્રીમ, જવાહર ચોકમાં જય ઝુલેલાલ ટી સ્ટોલ, રેલવે કોલોની ગેટ સામે મોહિની જનરલ સ્ટોર, શિવાજી પાર્ક સામે વુડી જ્હોન્સ પીઝા, લાપીનોઝ પીઝા, અર્બન ખીચડી, રીલાયન્સ પંપ નજીક ઓનેસ્ટ રેસ્ટોરન્ટના સંચાલકોએ સમયમર્યાદાનો ભંગ કરી સેવા ચાલું રાખતાં તેમના વિરુધ્ધ જાહેરનામા ભંગના ગુના નોંધી તેમની અટકાયત કરી હતી. આદિપુર પોલીસે પણ ઓમ સિનેમા પુલીયા પાસે ઊભેલાં પીઝા-પાંઉભાજીના ચાર રેંકડીધારકો સામે ગુના દાખલ કર્યાં હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી