કાર્યવાહી:ટાગોર રોડ પર ઘાસચારાનું વેચાણ કરનારા સામે તવાઇ : ચારો જપ્ત

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના માર્ગો પર ઢોરના કારણે ટ્રાફિક જામ થતાં અંતે સુધઇરાઇની દબાણ શાખા જાગી ખરી
  • જિલ્લા સમાહર્તાના જાહેરનામાનો ભંગ થતો અટકાવવા કરાઇ રહી છે કાર્યવાહી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા જાહેરનામાનો ભંગ અટકાવવા પગલાં ભરવામાં આવે છે. ટાગોર રોડ પર ચારાનું વેચાણ કરીને વાહનચાલકો પર જોખમ ઉભુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી હતી.રોડ પર આખલાઓના ત્રાસથી અકસ્માતનો ભોગ વાહનચાલકો બની ચૂક્યા છે. આજે ટાગોર રોડ પર ઘાસચારાનુ વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. ઘાસચારો જપ્ત કરીને ફરીથી અહીંથી ઘાસચારાનું વેચાણ ન કરવા જણાવાયું હતું.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રોટરી સર્કલ થી સુંદરપુરી સહિતના વિસ્તારોમાં બ્યુટીફીકેશન કરવાના હેતુથી પગલાં ભરવામાં આવ્યા હતા અને જેને લઇને ટાગોર રોડ પર જૂદી જૂદી વસ્તુનું વેચાણ કરતા લોકો પર તવાઈ લાવીને વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. ટાગોર રોડ પર આખલાને લઈને વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે. નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેને કારણે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

કલેક્ટરના જાહેરનામાના મુજબ જે તે વિસ્તારોમાં નક્કી કરીને ચારાનુ વેચાણ ન થાય તે માટે આદેશ આપવામાં આવ્યો હતો.આ સુચનાનુ પાલન કરવામાં કંઈક અંશે પાલિકા નિષ્ફળ જતી હતી. દરમિયાન આજે ટાગોર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવી ને પાલિકાએ પગલાં લેવા માં આવ્યા છે. સંબંધિત ધાસચારા વેચતા લોકોનો ચારો જપ્ત કરી ફરીથી અહીં ચારાનું વેચાણ ન થાય તે માટે સુચના આપી હતી. ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાના આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો ઈચ્છા રાખી રહ્યા છે.

ખખડધજ સર્વિસ રોડ ક્યારે નવો બનશે?
ટાગોર રોડ પર સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે ,જે ખખડધજ થઈ ગયો છે. લાંબા સમયથી મરંમત કરવામાં ન આવતા ડિસ્કો રોડ પર વાહન ચલાવવુ ચાલકો માટે મુશ્કેલ બની ગયું છે. ટાગોર રોડ મેન્ટેન્સ માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે જ્યારે એક સર્વિસ રોડ નો ભાગ નગરપાલિકા હસ્તક હોવા ને લઈને બંને તંત્ર વચ્ચે સંકલન ન થતા વાહનચાલકો પણ અટવાઈ રહ્યા છે. સર્વિસ રોડ સારો બનાવવામાં આવે તો ટાગોર રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટી શકે તેમ છે આ બાબતે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સંકલન સર્જાય તે માટે ઉચ્ચ અધિકારીઓ ક્યારે જાગશે તે એ તો સમય આવે ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...