કાર્યવાહી:વેક્સિન ન લીધેલ સસ્તા અનાજની દુકાન ધારક સહિતના પર તવાઇ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણ અટકાવવા શહેરોમાં લેવાયા છે પગલા
  • પાલિકા અને પોલીસ આગામી દિવસોમાં હુકમ મળે કાર્યવાહી કરશે

કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકો અને સરકારે રાહતનો દમ લીધો હતો. અનલોક થયાની સાથે સરકારે ખાસ કરીને મોટા શહેરો માટે જે તે દુકાનદારોએ વેક્સિન લીધે છે. કોરોના પોઝિટિવ આવ્યા છે કે કેમ તે સહિતની માહિતી બોર્ડ પર લખીને લગાવવા સૂચના અપાઇ છે. જોકે આ કામગીરી સંકુલમાં હજુ થઇ નથી પરંતુ ફ્રન્ટલાઇન વોરિયર્સ બાકી હોય તેને રસી આપવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને સસ્તા અનાજની દુકાન, શાકભાજીના વિક્રેતા વગેરે જો આવી માહિતી લગાવી ન રાખે તો દંડ થાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

સંકુલની અંદાજે 2000થી વધુ દુકાનોમાં હાલ વેપાર ધંધા ધમધમતા થઇ ગયા છે. કોરોનાના પગલે બંધ પડેલા ધંધા પછી શરૂ થયેલી આ છૂટછાટ બાદ દુકાનોમાં ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. ગ્રાહકોની ભીડ પણ વધી રહી છે. જોકે, જે તે દુકાન ધારક દ્વારા સામાજિક અંતર જાળવવા સહિતના પગલા જાળવવા જોઇએ તેમાં કેટલાક સ્થળો પર ઉણપ પણ આવી રહી છે. ખાસ કરીને ચાની કિટલીથી લઇને અન્ય સ્થળો પર ટોળા જામતા હોવાની ફરિયાદ ઉઠે છે.

દરમિયાન સૂત્રોના દાવા મુજબ આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાન ધારક, અન્ય વેપારીઓને વેક્સિન લીધી છે કે કેમ તેની પૂછપરછ કરીને ન લીધી હોય તો તેને સમજાવવામાં આવશે અને જરૂર પડે પગલા પણ ભરાશે. પાલિકા અને પોલીસ આ બાબતે હૂકમની રાહ જઇ રહ્યા છે. સંકલનની બેઠકમાં ઔપચારીક ચર્ચાઓ પણ થયાના સંકેત મળી રહ્યા છે.

પ્રાંત ઓફિસર ડૉ. જોશીએ જણાવ્યું હતું કે, ફ્રન્ટ લાઇનના જે બાકી રહી ગયા છે તેવા લોકોને વેક્સિન માટે સમજાવવામાં આવી રહ્યા છે અને તેને વેક્સિન લેવા માટે જણાવાઇ રહ્યું છે. જોકે, કોઇ દુકાન ધારક માટે હજુ કોઇ એવી કોઇ સૂચના અપાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...