સમારોહ:જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા દ્વારા તપ અભિવાદન સમારોહ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન રહ્યા વિશેષ ઉપસ્થિત

ગાંધીધામમાં જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા દ્વારા તપ અભિવાદન સમારોહનું આયોજન મુનિ હિમાંશુ કુમારજી, આદી ઠાણા – 3ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહના મુખ્ય અતિથીના રૂપમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેરાંપથ સભા દ્વારા ડો. આચાર્યનું સ્મૃતિચિહન અને સાહિત્ય આપીને સન્માન કરાયું હતું.

સભા દ્વારા બધા તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સભાના મંત્રી રાજુભાઇ મહેતા, મહિલા મંડળના પ્રમુખ મંજુ બોઘરા, યુવક પરિષદ ગાંધીધામના મંત્રી સંદિપ સિંઘવીએ પણ પોતાના વિચારો વ્યકત કર્યા હતા. મહાસભાના આંચલિક પ્રભારી અનિલજી ચંડાલીયા,પરિષદના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય અપૂર્વ મોદી, કચ્છ સભાના પ્રમુખ સુખરાજ સિંઘવી ઉપસ્થિત રહયા હતા. બજરંગ બોથરા, જીતેન્દ્ર સિંઘવીએ વિશેષ સહયોગ આપ્યો હતો. સમારોહનું સંચાલન સહમંત્રી જીતેન્દ્ર જૈન (સેઠિયા)એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...