તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:તાલુકા પંચાયતની કારોબારી, સામાજિક ન્યાય સમિતિ રચાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના તાલુકા પંચાયતની કચેરીમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઈ હતી. તો આગામી 2જી જુલાઈના બોલાવાયેલી બેઠકમાં ચેરમેનની નીમણુક કરાશે.

ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત મળેલી તાલુકા પંચાયતની બેઠકમાં કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં નિખિલ અમૃતલાલ હડિયા, પ્રવિણસિંહ મહેંદ્રસિંહ જાડેજા, વનાભાઈ મમુભાઈ રબારી, હનીફ મુસા ચાવડા, શાંતિબેન હરેશભાઈ બાબરીયા, જીવતીબેન નથુરામ ભટૈયા, રીટાબેન અમીત કોચરાના નામ પ્રમુખ ભરતસિંહ નાગુભાઈ જાડેજા દ્વારા રજુ કરાયા હતા. જેને સદસ્ય નિખિલ હડિયા દ્વારા ટેકો અપાયો હતો. તો સામાજિક ન્યાય સમિતિમાં મીઠીબેન દલપતભાઈ સોલંકી, નિર્મલાબેન માલશીભાઈ સોલંકી, રીટાબેન અમીત કોચરા, રમીલા ધર્મેંદ્ર કાર્મા અને કો ઓપ્ટ સભ્ય રુપે અજયભાઈ જયંતિલાલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. કોરોના કાળના કારણે ધીમી ગતિએ ચાલતી વ્યવસ્થાઓ વચ્ચે મળેલી આ બેઠકમાં સમિતિઓની રચના થતાં વિકાસ કાર્યો સત્વરે હાથ ધરાશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...