તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાણી પ્રશ્ન ઉકેલવા વાતોના વડા કરાયા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી મળતું ન હોવાની કૃત્રિમ તંગી પાછળ જવાબદાર પરીબળો કોણ?

નગરપાલિકાને પાણીની સ્થિતિને પહોંચી વળવા એક સાંધેને તેર તુટે તેવી હાલતમાં મુકાવવું પડ્યું છે. અગાઉ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પુરતા પ્રમાણમાં પાણી અપાતું ન હોવાથી લોકોને પાણી આપી શકાતું નથી તેવો બચાવ કેટલાક વખત દલીલ કરીને પાલિકા કરતી હતી. હવે વિતરણ વ્યવસ્થાની ખામી અને લીકેજ શોધવામાં નિષ્ફળતા પછી કેટલાક સમયથી પાણીની સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી છે. આ મુદ્દે પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં પદાધિકારીઓએ ચિંતન કર્યું હતું.

શહેરમાં 35થી 37 એમએલડી પાણી આવતું હોવા છતાં ચોમાસાના દિવસોમાં પણ લોકોને પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ ગઇ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક વિસ્તારમાંથી રજૂઆત કરવા લોકોના ટોળા આવી રહ્યા છે. જ્યારે કેટલાક સત્તાપક્ષના સભ્યો પણ તેના વિસ્તારમાં પાણી આવતું ન હોવાની ફરીયાદ કરી રહ્યા છે. દરમિયાન આજે પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ઇશિતા ટિલવાણી, કારોબારી ચેરમેન પુનીત દુધરેજીયા, પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગ, દંડક પપ્પુ ઘેડા, સત્તાપક્ષના નેતા વિજયસિંહ જાડેજા તથા અન્ય ભાજપના નગરસેવકો અને પાણી વિતરણ કરનારા કર્મચારી સાથે બેઠક યોજાયાની વિગત મળી રહી છે.

શક્તિનગરમાં 8 દિ’થી પાણીમાં દુર્ગંધ આવતી હતી, હવે ડ્રેનેજનુંજ પાણી આવે છે
શક્તિનગરમાં સપ્તાહથી આવતા પાણીમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગધયુક્ત પાણી આવતા લોકોમાં ભારે રોષની લાગણી છે. શક્તિનગરના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે લાંબો સમય સુધી પાણી આવતું નહતું, જેના કારણે પાણીના ટેંકરોનો સહારો લેવો પડ્યો, તો હવે જ્યારે છેલ્લા સપ્તાહથી ધીમી ધારે પાણી આવવાનું શરુ થયું ત્યારે તેમાં પણ દુર્ગધને સ્પષ્ટરુપે અનુભવી શકાતી હતી.

પરંતુ હવે ગતરોજ આવેલા સપ્લાયમાં એટલી ગંદકી છે કે ટાંકો ખોલીને તેની પાસે પણ ઉભુ રહેવું શક્ય નથી. સ્પષ્ટરુપે આ ગટરનું પાણી સપ્લાય થઈ રહ્યું છે. ભરચોમાસે ચોખ્ખા પાણીના સપ્લાય અંગે આ પ્રકારની પરિસ્થિતિ અંગે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. તેમનું કહેવું છે કે કે આટલા વર્ષે પણ ચોખ્ખુ પાણી પણ પાલિકા લોકોને પુરુ પાડી ન શકે આ તે કેવી વ્યવસ્થા છે?

અન્ય સમાચારો પણ છે...