ફેડરેશનની બેઠક:મેજર પોર્ટ ઓથોરિટી એક્ટમાં ફેડરેશનોને વિશ્વાસમાં લો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક મજુર યુનિયન વિરોધ કરીને હડતાલના માર્ગે જવાની તૈયારીમાં

દીન દયાળ સહિતના પોર્ટમાં 3 નવેમ્બરથી મેજર પોર્ટ ઓથોરીટિનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાબંદર ગાહોના જુદા જુદા ફેડરેશનો સાથે સંકળાયેલા યુનિયનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક્ટના અમલીકરણ પહેલા ફેડરેશન સાથે ચર્ચા કરીને અગાઉ અપાયેલી ખાતરીનું પાલન કરાવવા સહિતની માગણી કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે 15મી ડિસેમ્બર કે તે પછી ક્યારેક અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર જવા પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.

ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક ફેડરેશનના જનરલ સેક્રેટરી સુધાકરે આપેલી માહિતી મુજબ 11 મહાબંદરગાહોના 5 કેન્દ્રીય મજુર ફેડરેશનોના નેતાઓની સંયુક્ત બેઠક મહોમદ હનિફના અધ્યક્ષસ્થાને મળી હતી. ભારત સરકાર દ્વારા મજુર ફેડરેશનો સાથે થયેલા વિવિધ સમાધાન અને મજુર સંગઠનોને આપેલી ખાતરીઓને દરકિનાર કરીને એક તરફી રીતે મેજર પોર્ટ ઓથોરીટિ એક્ટનો અમલ કરવામાં આવ્યો છે તેની ચર્ચા કરાઇ હતી. તબક્કાવાર તંત્રો સાથે યોજાયેલી બેઠકોમાં આઇપીએ અને શિપિંગ મંત્રાલયે ખાતરી આપી હતી કે બધા જ મજુર ફેડરેશનો સહિત તમામ હિત ધારકો સાથે સહાલ બાદ એક્ટમાં કોઇ ફેરફાર દાખલ કરાશે. કામદારોના પ્રશ્નો અમલ કરાવતા ફેડરેશનોએ અનિશ્ચિત મુદ્દતની હડતાલની તૈયારી શરૂ કરી છે. કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠન ઇસ્ટ વેસ્ટ કચ્છના વેલજીભાઇ જાટે જણાવ્યું છે કે, તા.14-6-19ના માન્ય મજુર ફેડરેશનો અને આઇપીએ સાથે થયેલા કરાર અનુસાર વર્ષ 2020-21નું બોનસ મજુર અને ડોકના કામદારોને ચુકવાય. પાંચેય મજુર ફેડરેશનોએ આપેલા સંયુક્ત ચાર્ટર્ડ ઓફ ડિમાન્ડ મુજબ તા.1-1-22થી અમલી બને તેવા કામદારો, પેન્શનરોના વેતન સુધારા માટે રચેલી દ્વિપક્ષીય વેજ નેગોશીએશન કમીટીમાં ચર્ચા ત્વરીત શરૂ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...