ભુજ:તરવાની કસોટી ખૂલ્લા સમુદ્રના બદલે બંધિયાર પાણીમાં લીધી !

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠનનો આક્ષેપ

દીન દયાળ પોર્ટમાં શોર વર્કર અને આરપી વર્કરની ભરતીમાં નિયમનુ પાલન કરવામાં આવ્યું ન હોવાની ફરીયાદ ઉઠી છે. કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠન ઈસ્ટ વેસ્ટે આ બાબતે અધિકારીને પત્ર પાઠવી વિરોધ નોધાવ્યો છે.

ડીપીટીના કર્મીઓની ભરતીમાં તરવૈયાની કસોટીમાં વાદવિવાદ
સંગઠને કરેલી રજુઆતમાં જણાવાયુ છે કે શોર વર્કર અને આરપી વર્કરના પદ પર કામ કરતા કર્મચારીની યોગ્ય તરવાની કસોટી લીધા વિના લશ્કરના પદ પર પુન:નિયુકિત કરવામાં આવી છે. કેટલાકની સમુદ્ર વિભાગમાં ટગ લોન્ચમાં ભરતી કરવામાં આવી રહી છે. લશ્કર પદના ભરતી ના નિયમો મુજબ ખુલ્લા દરિયામાં તેની તરવાની કસોટી લેવાની થાય છે પણ કેટલાક કર્મચારીની બંધિયાર પાણીમાં એટલે કે સ્વિમીગ પૂલમાં નામ પૂરતી લેવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓની તો લોકડાઉનના બહાને કસોટી લીધી નથી. આ કર્મચારીની પુન:નિયુકિતથી ટગ-લોન્ચ પર કામ કરતા કર્મચારીઓમાં ભય ફેલાયો છે. તરવાનું કેટલાકને આવડતું નથી કે ખુલ્લા સમુદ્રમાં તરવાની ફાવટ નથી. તરવાની કસોટી લેવા પર ભાર મુકી પગલા ભરવા માગણી કરવામાં આવી છે. લોકડાઉનના બહાના હેઠળ કર્મચારીની તરવાની કસોટી ન લઇ યેનકેન પ્રકારે પ્રશાસન આડેધડ પુન: નિયુક્તી કરી ટાર્ગેટ પુરો કરવામાં રસ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ભુતકાળમાં કોઇ કર્મચારી જાણતો ન હોવા છતાં આવી ફરજ નિભાવતા સમુદ્રમાં પડીને મૃત્યુ પામ્યો હતો. તેનો કેસ પણ થયો હતો. તેમાં ડીપીટી પ્રશાસને બાંયેધરી આપી હતી કે યોગ્ય તરવાની કસોટી પાસ કરનારને ટગ લોંચમાં ફરજ સોંપાશે. 

અગાઉ ભરતીમાં ફરિયાદો ઉઠી હતી
દીન દયાળ પોર્ટમાં સામાન્ય કક્ષાના કર્મચારીના પગાર ધોરણ વધુ રસ જોવા મળતો હોય છે. ખલાસીની ભરતી ના મુદ્દે અગાઉ મોટો વિવાદ પણ થયો હતો. જેમાં જે તે સમયે થયેલી કામગીરી સામે આક્ષેપો થયા હતા. દરમિયાન બીજી બાજુ હાલના ઉભા થયેલા આ કિસ્સામાં પોર્ટ પ્રશાસનના વર્તુળો એવો પણ દાવો કરી રહ્યા છે કે જેની તાલીમ લેવાઇ નથી તેને મોકલવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...