તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના કાર્ગો વિસ્તારમા શ્રમિકો દ્વારા કરાયેલો પથ્થરમારો અને રોડ બ્લોક કરવાના પ્રયાસના પ્રકરણમાં પોલીસે ત્રણ ઈસમોની ટોળાને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાના આરોપસર અટક કરી હતી. બુધવારે સાંજે અચાનક ગાંધીધામ પાસેથી કંડલા જતા નેશનલ હાઈવે નજીક આવેલા કાર્ગો સ્લમ વિસ્તારમા અઢીસો લોકોનું ટોળુ બહાર આવીને પથ્થરમારો કરવા લાગ્યું હતું, આ સાથે નેશનલ હાઈવે પર પથ્થરો રાખીને રોડ બ્લોક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે મામલે ગાંધીધામની બી ડિવીઝન પોલીસના એએસઆઈ તરીકે સક્રિય ભુમિકા ભજવનાર કિર્તીકુમાર ગેડીયાએ રોશનકુમાર નવલપ્રસાદ યાદવ, જીતેંદ્ર વિજયમલ મહંતો (ઉ.વ.20), અને અનિલ શીવદયાલાલ યાદવ (ઉ.વ.57) (રહે. ત્રણેય પીએસએલ કાર્ગો ઝુપડા, ગાંધીધામ) સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે રોડ અવરોધ અને ઉશ્કેરણીના મામલે આ ત્રણ ઈસમો આગળ પડતા રહીને તમામને 'ઉતરપ્રદેશ અને બિહાર તરફની તમામ ટ્રેનો કેન્સલ કરી નાખેલ છે અને વતનમાં જવા કોઇ વ્યવસ્થા ન થાય તો અહીથી કોઇએ જાવું નહી; તેવા સુત્રો પોકારી અને માણસોમાં ઉશ્કેરણી કરી હતી. જેથી ત્રણેય સામે અફવા ફેલાવવા, સુલેહ શાંતી ભંગ કરવા અને જાહેરનામા ભંગ કરવા બદલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક રેગ્યુલેશન એક્ટની કલમો તળે ગુન્હો નોંધી અટક કરી હતી. આ ઘટના અંગે કચ્છ ક્લેક્ટર કચેરીના સુત્રોએ ટ્રેન અંગે કોઇ આશ્વાસન આપવામાં આવ્યું ન હોવાનું અને તંત્ર તરફથી શ્રમિકોને સમજુત કરવામાં આવ્યા હોવાનું કહીને સરકાર દ્વારા શ્રમિકોની યાદી બનાવીને ખાસ ટ્રેન મોકલવા અંગે વિગોઅતો મેળવીને મંજુરી લેવાની રહે છે, જે આધારે 8 ટ્રેનો ભુજ અને ગાંધીધામથી હજી સુધી દોડાવાઈ હોવાની અને આવનાર દિવસોમાં પણ બાકી રહેલા શ્રમિકોની યદી આધારે સબંધિત રાજ્યની મંજુરી લઈને શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે તેમ જણાવાયું હતું.
રાજકારણ કે શ્રમિકોની ટ્રેન માટે ખુટેલી ધીરજ રહી કારણભુત?
બુધવારના ગાંધીધામમાં બનેલી પથ્થરમારા અને રોડ અવરોધની ઘટના પાછળ સ્વાભાવિક કારણો જવાબદાર હતા કે સુનીયોજીત કાવતરું હતું, તેની તપાસના આદેશ અપાયા હતા. જેમાં બહાર આવેલી બે બાબતો સમગ્ર ઘટનાક્રમ અંગેની ની બે થીયરી ઘડે છે. એક દાવા અનુસાર શ્રમિકોની એક સીફ્ટ પુર્ણ થતાં તેવો પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પહોંચતા અન્ય પ્રદેશની વધુ ટ્રેન નિકળી હોવાનું જાણ થતા ...અનુસંધાન પાનાનં.2અને તેમના રાજ્યની ટ્રેન હજી સુધી એકજ ગઈ હોવાનું જાણ થતા ઉશ્કેરાઈ ગયા હતા અને રોડ પર આવી ગયા હતા. જેની સાથે અગાઉ મુલતવી થયેલી ટ્રેન અને તે માટે લેવાયેલા ટિકીટના રુપીયાનો રોષ પણ જવાબદાર માની શકાય છે. તો બીજી તરફ ચાલુ વર્ષેના અંતે અન્ય રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓમાં એક પક્ષ બીજાની છબી શ્રમિકોને સાચવવા અંગે ખરડાવવા માંગતું હોય ત્યારે તે માટે કેટલાક લોકોને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો પણ કયાસ છે. જેની પાછળ ઘટના સમયે સ્થળ પર કરાયેલા એક નેતા વિરોધી નારાઓ પણ દિશા સુચક છે. જોકે આ તમામ થીયરી ચર્ચાનો મુદો બની રહિ હતી, પ્રમાણ પામી નહતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.