તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિર ઈંજેક્શનની અછત:રેમડેસિવિર માટે પુર્વ કચ્છની માંગ સામે માત્ર 35% જથ્થાનો જ સપ્લાય!

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંગ સામે અડધાથી પણ ઓછા ઈન્જેક્શન મળતા કોને આપવા અને કોને નહિ? તેની અસમંજસ
 • સમયાવલીનો અભાવઃ ભુજના વિતરણમાં સાંજ સુધી મળી જતા, અંજારમાં રાત પડી જાય છે

કોરોના કાળમાં રેમડેસિવિર ઈંજેક્શનની ભારે માંગ વચ્ચે તેની સપ્લાય ખુબ ઓછી થઈ રહી હોવાની રાવ ઠેર ઠેર ઉઠવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંગની સામે 35% જેટલોજ જથ્થો અપાઈ રહ્યો છે. જેના કારણે તે ઈંજેક્શન કોને આપવું અને કોને નહિ તે માટે અસમંજસની સ્થિતિ પેદા થઈ રહી છે.

ભુજમાંથી ઈંજેક્શન અપાતા હતા ત્યારે લોકો ત્યાં સવારથી લાઈન લગાડીને સાંજ સુધી કેટલાક તે પ્રાપ્ત કરી પરત આવી જતા, પણ લોકોની સરળતા માટે પુર્વ કચ્છમાં અલગ અંજાર ખાતે વિતરણની વ્યવસ્થા કરી હોવા છતાં સરવાળે તેમાં કોઇ ખાસ ફાયદો ના થતો હોવાનુ લોકોએ જણાવ્યું હતું. કેમ કે અંજારમાં જથ્થા અને માહિતીની મોડી ફાળવણી થતા વિતરણમાં રાત પડી જાય છે. તો બીજી તરફ માંગ સામે માત્ર 35% જેટલોજ જથ્થો અપાતા હોસ્પિટલો, તબીબો અને દર્દીઓ પણ અસમંજસમાં મુકાઈ રહ્યા છે.

આવી સ્થિતીમાં કોને પ્રાથમિકતા આપવી તે નિર્ણય અને તેના પરિણામો માટે કોણ જવાબદાર? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ઉચ્ચ સ્તરે આ અંગે કોઇ આ વિષયના તજજ્ઞને સ્થાન ન અપાતા આ પરિસ્થિતી સર્જાઈ હોવાની પણ ચર્ચા છે. આ અંગે સીડીએમઓ જિગ્નાબેન દવેનો સંપર્ક સાધતા તેઓ આ અંગે કોઇ પ્રત્યુતર પાઠવી શક્યા નહતા. ડીડીઓએ આપેલી જાણકારી અનુસાર અંજાર કેંદ્રની શરૂઆતે કચ્છમાં પ્રાપ્ત કુલ 700 રેમડેસિવિર સામે પુર્વ કચ્છ માટે 280 ફાળવાઈ હતી.

અમે જે તે ભાવે જ વિતરણ કરીશું, સેવા જ ઉદેશ્ય : કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ
કચ્છ કેમીસ્ટ કાઉન્સીલના મહામંત્રી કિરીટભાઈ પલણે જણાવ્યું હતું કે તેઓ 35 વર્ષેથી આ ફિલ્ડમાં કાર્યરત છે પણ આવી દવા અને સામગ્રીની શોર્ટેજ તેમણે જોઇ નથી. સંગઠનમાં 1200 જેટલા સભ્યો છે, જે તમામ મેડિકલ સ્ટોર ધારકો દુકાન બંધ રાખતા નથી અને લોકોને જરૂરી સામાન મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.

બીજી તરફ જ્યાં સુધી રેમડેસવીર કે અન્ય શ્વાસ સબંધીટ સામગ્રીઓની શોર્ટેજનો મામલો છે, તે સરકારે પોતાના હસ્તક લીધા બાદ તેવું થયું છે. કાઉન્સીલ પર આની જવાબદારી અપાય તો ન નફા કે ન નુક્શાનના ધોરણે જે સરકાર માર્ગદર્શીકા આપે તે ભાવે ઈંજેક્શન કે અન્ય સામગ્રીનું વિતરણ કચ્છભરમાં તેવો કરવા તૈયાર છે.

ખાનગી હોસ્પિટલો અને દર્દીઓના ફોનનો મારોઃ આરોગ્ય અધિકારી
ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાનો સંપર્ક સાધતા તેમણે ઈંજેક્શનની તંગ સ્થિતી અંગે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોના ફોન ઈંજેક્શન ના મળતા હોવા અંગે ફરિયાદો કરી રહ્યા છે, તો દાખલ દર્દીઓ કે જેમને પુરતા ઈંજેક્શન નથી મળતા તેમના ફોનનો મારો પણ સતત ચાલુ રહે છે.

900 રુપીયાનું ઈંજેક્શન અને 25 હજાર સુધીની કાળાબજારી!
સરકાર દ્વારા રેમડેસવિર માટે 900 જેટલા ભાવ અગાઉ નક્કિ કરાયા હતા, પણ કાળા બજારીમાં ઠલવાતા માલમાં તેનો ભાવ 5 થી 25 હજાર સુધી બોલાઈ રહ્યો છે અને કેટલાક તત્વો આવી પરિસ્થિતીમાં મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યા હોવાથી રોષની લાગણી પ્રવર્તી હતી.

લોકોની મદદ માટે ઈચ્છુક પણ લાચારીના કારણે દુ:ખ
ગાંધીધામમાં મેડિકલ શોપ ધરાવતા સંજયભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે લોકોના વિવિધ સામગ્રી કે ઈંજેક્શન માટે સતત ફોન અને દબાણ આવી રહ્યા છે. પણ તેમની મદદ ન કરી શકવાના લીધે તેવો લાચારી અને દુખ અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો