તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લખપતના કપુરાશીમાં ઝાડ પર રસ્સો બાંધી રાજસ્થાની ડ્રાઇવરનો આપઘાત

ભુજ, ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં પંખો પડતાં ઇજાગ્રસ્ત મહિલાએ દમ તોડ્યો

કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને પરિણીતાનું મોત નિપજ્યું હતું મોતના બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ લખપતના કપુરાશી ગામે રહેતા મુળ બીકાનેર રાજસ્થાનના અલ્પેશદાન ઉર્ફે આલા કાળુદાનભાઇ ગઢવી (ઉ.વ.45)એ કોઇ અગમ્ય કારણોસર કપુરાશી ગામના તળાવના ઓગન પાસે આવેલા પીલુડીના ઝાડ પર પ્લાસ્ટીકના રસ્સા વળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં નારાયણસરોવર પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ પીએસઆઇ એમ.કે.ચૌધરીએ હાથ ધરી છે.

તપાસનીશને પરિવારજનોમાંથી મળેલ પ્રાથમિક વિગતો મુજબ હતભાગી ટ્રાસ્પોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હોઇ કપુરાશીમાં રહેતા સબંધીને ત્યાં આવતા હતા. અને તાજેતરમાં તેલના ડબ્બાની ગાડી પલ્ટી મારી ગઇ હતી. તેના ટેન્શનમાં આત્મઘાતી પગલું ભર્યું હોય પ્રાથમિક જાણવા મળ્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજીતરફ ગાંધીધામના સિંધુવર્ષા ફાઉન્ડેશન ખાતે રહેતા 28 વર્ષીય રજનીબેન રોહિતભાઇ પ્રજાપતિ ઉપર તા.27/5 ના સાંજે 4 વાગ્યે છતના પોપડા સાથે પંખો ઉપર પડતાં ઇજાગ્રસ્ત થયા હતા તેમને પહેલાં ગાંધીધામ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમણે ગત સાંજે 7 વાગ્યે સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની જાણ તબીબે એ-ડિવિઝન પોલીસને કરી હતી. પીએસઆઇ જે.એન.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...