તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કચ્છમાં આપઘાત, અકસ્માતમાં 6 લોકોના મોત

ગાંધીધામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આદિપુર,વરસામેડી, કુંભારિયા, ટુન્ડા, અબડાસા અને સણોસરામાં ઘટનાઓ બની

કચ્છમાં જુદા જુદા અકસ્માત અને આપઘાતના બનાવોમાં છ લોકોના મોત નિપજ્યા હોવાની નોંધ પોલીસ ચોપડે ચડી છે. જેમાં આદિપુર,વરસામેડી, કુંભારીયા, ટુન્ડા, અબડાસા અને સણોસરામાં ઘટનાઓ બની હોવાનું નોંધાયું છે.

સાંઘી સિમેન્ટ કંપનીમાં લિફ્ટની મોટર માથે પડતા ઘાયલ કામદારનું સારવારમાં મોત
અબડાસા તાલુકામાં આવેલી સાંઘી સિમેન્ટ કંપનીમાં ગત 18 માર્ચની સાંજે લિફ્ટ રિપેરીંગનું કામ કરી રહેલા હતભાગી અર્જુનસિંહ છત્રસિંહ દુલાવત (ઉ.વ.33)ના માથા પર લિફ્ટની મોટર પડતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે અમદાવાદની અલગ અલગ બે હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અંગે વાયોર પોલીસે નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આદિપુરમાં શિવ મંદિર પાસે 4 દિવસ પૂર્વે બેભાન મળેલા અજાણ્યા આધેડે દમ તોડ્યો
આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, તા.27/3 ના આદિપુરના શિવ મંદિર પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા 45 વર્ષીય અજાણ્યા આધેડને 108 મારફત રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં ગત બપોરે ચાર દિવસની સારવાર બાદ દમ તોડતાં આ બાબતે આદિપુર પોલીસને જાણ કરાઇ હતી. પીએસઆઇ એચ.એસ.તિવારીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટુંડાના પાવર પ્લાન્ટમાં વીજશોકથી શ્રમિકનું મોત
મુન્દ્રા તાલુકાના ટુંડા સ્થિત કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટમાં ફરજ બજાવતા દિનદયાલ ઉર્ફે ઠાકુરપ્રસાદ કુશવાહા નામનો શ્રમજીવી બુધવારે બપોરે બાર વાગ્યાના સમય દમિયાન પ્લાન્ટના પરીસરમાં આવેલ વીજ પોલ પાસે ફરજ બજાવતો હતો ત્યારે તેને અચાનક વીજશોક લાગવાથી મુન્દ્રા સીએચસીમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં મુન્દ્રા પોલીસે બનાવ જાહેર કરનાર યાસમુન ઇન્જીન્યરીંગ કંપનીના કર્મચારી પ્રદિપ કુશવા રામયડા કુશવાની નોંધ પરથી અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ ભાવેશ ભટ્ટે હાથ ધરી છે.

સણોસરામાં જાતે સળગી, મહિલાની આત્મહત્યા
ભુજ તાલુકાના સણોસરા ગામે 33 વર્ષીય પરિણીતા હીનાબેન હીરાભાઇ રબારીએ બુધવારે બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર કારગત થાય તે પૂર્વે અંતિમ શ્વાસ લીધો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇને મહિલાએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું છે તે સહિતની વિગતો જાણવા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર બારોટે આગળની તપાસ હાથ ધરી છે.

વરસામેડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું
અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ અંબાજી-4માં રહેતી 30 વર્ષીય ભારતીબેન કિશોરભાઈ ઓઢાણાએ તા. 31/3ના રાત્રે 8-30 પહેલા કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પાંખે દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ લીધો હતો. પરિણીતાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાથી અંજાર ડીવાયએસપી હાલે આ કેસની તાપસ કરી રહ્યા છે.

કુંભરિયામાં વૃદ્ધએ ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું
અંજાર તાલુકાના કુંભરીયા ગામે રહેતા 60 વર્ષીય લાખુભાઈ જગાભાઈ દફડાએ કુંભરીયા ગામે આવેલી કિશોરભાઈ મિસ્ત્રીની વાડીમાં તા. 1/4ના સવારે 7 વાગ્યા પહેલા કોઈપણ સમયે ઝાડમાં રસ્સો બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો