તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાહત મુદ્દે બેંકોને માર્ગદર્શન આપવા સૂચન

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટક- જથ્થાબંધ વેપારને એમએસએમઇ દરજ્જાને આવકાર
  • ચેમ્બરે હાલની ક્રેડીટ મર્યાદા વધારવા મંત્રીનું ધ્યાન દોર્યું

કોરોના મહામારીની બીજી લહેરમાં આંશીક લોકડાઉનથી પ્રભાવીત એવા લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. જેના અનુસંધાને વેપાર વ્યવસાયને પુન: જીવીત કરવા કેન્દ્રીય નાણામંત્રીએ નાણાંકીય રાહત આપવા પેકેજ જાહેર કર્યું છે. તે અંગે ચેમ્બરે રાહત પેકેજને આવકારી અસરગ્રસ્તોને ઝડપી અને સમયસર રાહત મળે તે માટે બેંકોને યોગ્ય માર્ગદર્શન આપવા સૂચનો કર્યા છે.

ચેમ્બરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે રાહત પેકેજની જાહેરાત બાદ તેના અમલીકરણ માટે બેંકો તેમની શરતો અને માર્ગદર્શીકાઓ ઘડવામાં લાંબો સમય લેતી હોય છે. બેંકોને જરૂરી માર્ગદર્શન, સૂચના અપાય જેની એમએસએમઇ ક્ષેત્રની તાત્કાલિક ધરણે જરૂરત છે. બેંકોને સૂચના અપાય સામાન્ય ક્રેડીટ મૂલ્યાંકન ધોરણો લાગુ કર્યા વિના એમએસએમઇની હાલની ક્રેડીટ મર્યાદા વધારવામાં આવે. કારણ કે ઘણા એકમો લાંબા ગાળાના શર્ટડાઉનનો સામનો કરી રહ્યા છે. તેના નફા પર ફટકો પડ્યો છે. 180 દિવસથી વધુ બાકી દેવાદારોની ઉપાડની ક્ષમતા પેકેજની નિર્ધારીત ગણતરીમાં સમાવવામાં આવે. ચૂકવવા પાત્ર લેટર ઓફ ક્રેડીટ (એલસી)ના ચૂકવણાને આગામી ત્રણ માસ સુધી લંબાવવામાં આવે. ઇએલસીજી ટર્મ લોનની ચૂકવણીનો સમયગાળો કોરોનાની બીજી લહેરના આંશીક લોકડાઉનમાં આવતો હોઇ તેની મુદ્દત એક વર્ષ સુધી વધારવા પણ માંગણી કરવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ અનિલ જૈને નીતિન ગડકરીને અલગ પત્ર પાઠવીને છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઇનો દરજ્જો આપવાનો નિર્ણયને આવકારી સરકારના આ નિર્ણયથી રીટેલ અને હોલસેલ વેપારીઓ રિઝર્વ બેંકના અધિનિયમ હેઠલ આવતા ધિરાણમાં અગ્રતા ક્રમ મેળવી શકશે તેમ જણાવ્યું છે. એમએસએમઇ ક્ષેત્રની સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવી શકશે અને આ નિર્ણયનો ઝડપી અસરકારક અમલીકરણ થાય તેવી ભાર પૂર્વક રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...