તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:જીટીયુની પરીક્ષામાં તોલાણી પોલિટેકનિકના વિદ્યાર્થીઓ ઝળક્યા, સિવીલ, ઇલેક્ટ્રીક શાખામાં 100 ટકા પરિણામ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપ્લોમાં ઇજનેરીના છઠ્ઠા સેમેસ્ટરની કસોટી

વિશ્વ અને રાષ્ટ્રમાં કોરોના મહામારીની પરિસ્થિત બીજી લહેરના કારણોથી વધારે વણસી હતી, તેવામાં રાષ્ટ્રમાં શિક્ષણનું કાર્ય વિના અવરોધે ઓનલાઈન ચાલ્યું હતું, આવામાં યુજીસી ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં જીટીયુ દ્વારા ડિપ્લોમા ઈજનેરીના છઠ્ઠા સેમેસ્ટરની સમર – 2021ની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી. આ પરીક્ષામાં આદિપુર ખાતેની તોલાણી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. જેનું પરિણામ તાજેતર માં જાહેર થયું હતું. જે પૈકી ગ્રાન્ટ-ઇન-એઈડ સંસ્થાનું પરિણામ 98.86 % રહ્યું હતું, અને સેલ્ફ ફાઈનાંસ સંસ્થાનું પરિણામ 98.60% રહ્યું હતું.

આ પરિણામની વિશેષતા એ રહી કે 7 થી વધારે એસ.પી.આઈ. ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી, ગ્રાંટ – ઈન –એઈડ વિભાગમાં 97.14% અને સેલ્ફ ફાઈનાંસ સંસ્થામાં 95.10% રહી હતી. સંસ્થાના ગ્રાન્ટ-ઇન-એઈડ વિભાગના ઈલેક્ટ્રીકલ અને સી.એ. અને સી.ડી.ડી.એમ. વિદ્યાશાખા સમગ્ર બોર્ડમાં 100% પરિણામ સાથે પ્રથમ આવ્યા છે, તો બીજી બાજુ સિવિલનું 98.11 %, મિકેનિકલ 98.28 % ઉંચું પરિણામ આવ્યું છે. સેલ્ફ ફાઈનાંસ સંસ્થાની સિવિલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ શાખાઓનું પરિણામ પણ બોર્ડમાં 100% સાથે પ્રથમ આવેલ છે, તો કોમ્પ્યુટર શાખામાં 95.65% વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલી છે.

બીજી બાજુ જીટીયુના બ્રાન્ચ વાઈસ ટોપ-10માં પણ તોલાણી પોલિટેકનિકે મેદાન માર્યું હતું જેમાં સી.એ.અને સી.ડી.ડી.એમ. વિભાગની 5 વિદ્યાર્થિનીઓ બુટાલા અંકિતા (દ્વિતિય), સોલંકી સરિતા (પાંચમું), પરમાર નિધિ (છઠ્ઠું), પાયન ગીતા (આઠમું) અને ભટ્ટ પ્રિનસી (નવમું) તો ગ્રાન્ટ-ઇન-એઈડ ની સિવિલ શાખા ના જેઠવા ધવલે સાતમું ક્રમાંક અને ઈલેક્ટ્રિકલ ના સિંઘ અમન પ્રથમ અને મિકેનિકલ ના સિંઘ રાહુલે પાંચમું ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

સેલ્ફ ફાઈનાંસના મિકેનિકલના ભંભાણી અંકિતે આઠમો ક્રમાંક પ્રાપ્ત મેળવ્યો છે. કોમ્પ્યુટર વિદ્યાશાખાના 14 વિદ્યાર્થીઓએ 10માંથી 10 એસ.પી.આઈ. મેળવેલ છે. અંજના હઝારી, એલ.એચ. દરિયાણી, વેંકટેશ્વરલુ તથા સંસ્થાના પ્રિન્સિપાલ જગદીશ રાઠોડ એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...