તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં આદિપુરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના પગલે મર્યાદિત સંખ્યામાં આયોજન કરાયું હતું
 • દ્વિદિવસીય અધિવેશનનું નાગપુરથી ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 66 રાષ્ટ્રીય અધિવેશન 25 અને 26 ડિસેમ્બર ના રોજ નાગપુર ખાતે યોજાયુ હતુ પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિને લઈ મર્યાદિત સંખ્યામાં આયોજન થયું હતું. આ વખતે સમગ્ર દેશ ની બધી શાખા ઓમાં રાષ્ટ્રીય અધિવેશન નું ઉદઘાટન સત્રનું લાઈવ પ્રસારણ નાગપુર ખાતેના એબીવીપીના આ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોષી ઉપસ્થિત રહ્યા હતા.

આવી જ રીતે આદિપુર શાખા માં પણ આ કાર્યક્રમ અમરચંદ સિંધવી સ્કૂલ ગાંધીધામ યોજાયો હતો . જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ સયોજક લાલજીભાઈ આહીર, પૂર્વ ક્ચ્છ જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ ભટ્ટ, પૂર્વ કચ્છ જિલ્લા સયોજક વ્રજેશભાઈ પાવાગઢી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ કચ્છ વિભાગ બૌદ્ધિક પ્રમુખ નારાણ ભાઈ ડાંગર, મુરજીભાઈ મ્યાત્રા , સોનલબેન સોલંકી, કલ્પેશ ભાઈ સોરઠીયા અને વિવિધ પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ,વિદ્યાર્થી પરિષદના વર્તમાન અને સ્થાયી કાર્યકર્તાઓ,પ્રાધ્યાપકો અને છાત્રોએ નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો