તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:એ હતભાગી પ્રાૈઢના માથા ઉપર એસટીની વોલ્વો બસ ફરી વળી હતી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્લો પાસે સર્જાયેલો અકસ્માત બે દિવસે નોંધાયો
  • જ્યુસના ધંધાર્થી પિતા-પુત્ર ઘરે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ

ગાંધીધામના ઓસ્લો સર્કલ નજીક એક્ટિવા પર જઇ રહેલા જ્યુસના ધંધાર્થી પિતા-પુત્રના વાહનને પુરપાટ જતી એસટીની વોલ્વો બસની ટક્કર લાગ્યા બાદ પડી ગયેલા પિતાના માથા ઉપરથી વોલ્વો બસના ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાની ઘટના બે દિવસ બાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

આદિપુરના વોર્ડ-4/એમાં રહેતા અને ગાંધીધામ લોહાણા મહાજન વાડી સામે જ્યુસનો ધંધો કરતા 53 વર્ષીય નારાણદાસ વાસુદેવ મુલચંદાણી અને તેમનો 26 વર્ષીય પુત્ર અમિત નારાણદાસ મુલચંદાણી તા.23/8 ના રાત્રે 10 વાગ્યા સુધી ધ઼ધો કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા વાહન પુત્ર અમીત ચલાવી રહ્યો હતો. તેઓ ઓસ્લો સર્કલ નજીક ભાનુદર્શન એપાર્ટમેન્ટ સામે પહોંચ્યા પૂરપાટ જઇ રહેલી એસટીની વોલ્વો બસના ચાલકે તેમના એક્ટિવાને ટક્કર મારતા઼ પિતા પુત્ર બન્ને રોડ ઉપર પડ્યા હતા જેમાં પિતા નારાણદાસના માથા ઉપરથી બસના ટાયર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

અમિતને બન્ને હાથ તેમજ પગમાં ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હતી. આ જીવલેણ અકસ્માતથી પરિવાર ખંડીત થયો છે. આ બનાવથી માતમ છવાયો હતોે. બસ ચાલક વિરૂધ્ધ અમિતે નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઇ જી.કે.વહુનિયાએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ રોડ પર ગતિ નિયમનનું પાલન થતું ન હોવાથી બેફામ રીતે વાહનો દોડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...