તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક વલણ:કાસેઝમાં બેઝઓઈલ ઇમ્પોર્ટ મુદે કડક વલણ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી બેઝ ઓઈલ આયાત માટે પરવાનગી માટે પ્રશાસન હકારાત્મક નહીં : જુના પર તપાસ સંભવ

એક તરફ જ્યાં બેઝ ઓઈલ મુદે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો માહોલ છે ત્યારે બીજી તરફ કાસેઝમાં બેઝ ઓઈલની આયત છડેચોક થતી હોવાની અને લોકલ માર્કેટમાં પણ તેને કાયદાકીય કપડા પહેરાવીને વેંચાણ થતું હોવાનું પ્રકાશમાં આવતા હડકંપ મચ્યો છે. નવનિયુક્ત ડે. કમિશનરે આ માટે નવા કન્સાઈમેન્ટોને પરવાનગી આપવાની મનાહિ કરી નાખી હોવાની ચર્ચાએ ઝોનના દાણચોર વર્ગમાં ફફડાટ ફેલાવ્યો છે.

બેઝ ઓઈલ આયાત કરીને તેને ટ્રાન્સપોર્ટ લોબીમાં વેંચીને રોકડી કરતા તત્વો કાસેઝમાં પણ ઘર કરી ગયા હોવાનું સામે આવતા કેંદ્ર સ્તરથી આ અંગે તપાસનો દોર આરંભાયો હોવાનું જાણવા મળ્યું હતું. કાસેઝના ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે નવનિયુક્ત ડીજીએફટીના આ. ડાયરેક્ટર આકાશ તનેજાએ ગત સપ્તાહે યોજાયેલી ઓનલાઈન બેઠકમાં બેઝ ઓઈલ આયાત કરવાની પરવાનગી માંગી રહેલા બહોળા વર્ગની પરવાનગીઓને બ્રેક મારી દીધી હતી.

આ સાથે રાજકીય ઓથથી કાસેઝમાં પ્રવેશ મેળવેલા અને વેરહાઉસની પરવાનગી પર બેઝ ઓઈલ આયાત કરતી પાર્ટીઓ પર પણ શખ્ત વલણ અખ્યાતર કરાયું હોવાનું જાણવા મળે છે. નોંધવુ રહ્યું કે ગત વર્ષે સર્જાયેલા વિવાદ બાદ તત્કાલીન ડીસી દ્વારા વિવિધ યુનીટની પરવાનગી આપી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...