તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:20 સફાઇ કામદારોની ભરતી અટકાવો; અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘે પાલિકા કચેરી માથે લીધી, સૂત્રોચ્ચાર કરાયા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1985થી 90થી 385 જેટલા રોજમદાર કામદારોને કાયમીના લાભા આપવા કોર્ટમાં કેસ ચાલે છે : આંદોલનની ચિમકી અપાઇ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા તાજેતરમાં 20 સફાઇ કામદારોની સીધી ભરતી કરવા માટે હીલચાલ કરવામાં આવતાં અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ દ્વારા આજે પાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર અને આવેદન પત્ર આપીને જ્યાં સુધી અગાઉના કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા અટકાવવામાં ન આવે તો જરૂર પડ્યે આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી. સૂત્રોચ્ચારના કાર્યક્રમને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

નગરપાલિકામાં રોટેશન મુજબ 20 સફાઇ કામદારોની ભરતી કરવા મંજુરી આપવામાં આવ્યા પછી પાલિકા દ્વારા આ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘે વાંધો ઉપાડીને અગાઉ રજૂઆત કરી હતી. આજે કરેલી જાહેરાત મુજબ નગરપાલિકા કચેરીએ સાંજના સમયે સૂત્રોચ્ચાર કરીને ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી. પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અનિલ જોશીને આવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે, 1985થી 90 લઘુમત વેતન દર પર ફરજ બજાવતા 385 રોજમદાર કામદારોને કાયમીના લાભ અપાવવા કરેલ રેફરન્સ નામદાર ઔદ્યોગિક અદાલત રાજકોટે માન્ય રાખ્યા હતા. ત્યારથી 240 દિવસ એટલે કે એક કેલેન્ડર વર્ષ પુરૂં કર્યું હોય કાયમીના હુકમ સામે પાલિકા હાઇકોર્ટમાં ગઇ છે.

મેટર પેન્ડીંગ હોવા છતાં પાલિકાએ કાયમી સફાઇ કામદારોની 20 જગ્યા સીધી ભરતીથી ભરવા પ્રક્રિયા હાથ ધરી છે જે ગેરકાયદેસર છે. જ્યાં સુધી હાઇકોર્ટમાં કરેલી અપીલનો નિકાલ ન આવે ત્યાં સુધી 20 કામદારની ભરતી પ્રક્રિયા મોકુફ રાખવા માગણી કરી હતી. ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઇને જવાબદાર સામે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી. આવેદન પત્ર આપવામાં પ્રેમકુમાર ડાંગર, કમુબેન પરીહાર વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો