મતદારયાદીની સુધારણાનો કાર્યક્રમ:રાજકીય પક્ષોએ યાદી ચકાસીને વધુ નામો ઉમેરાય તે માટે લીધા પગલાં

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાર યાદીમાં નામની ખરાઇ કરવાનું ભૂલતા નહીં !
  • 15 થી વધુ સ્થળો પર બીએલઓ દ્વારા મતદારયાદીની સુધારણાની કાર્યવાહી

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારયાદીની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચની સૂચનાના પગલે કરવામાં આવી રહેલી આ પ્રક્રિયામાં યાદીમાં નવા નામ ઉમેરવા કે કમી કરવા અથવા સ્થળ બદલવા અલગ અલગ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે રવિવારે બૂથ પર બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ આ માસના રવિવારના દિવસોમાં આ કાર્યવાહી હાથ ધરાનાર છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પોત પોતાના વિસ્તારમાં નવા નામો ઉમેરવાથી લઇને પોકેટ મતદારોના નામ નિકળી તો નથી ગયા ને તેની ચકાસણી કરવામાં આવી હતી. 18 વર્ષ થતા હોય તેવા નવા મતદારોના નામ ઉમેરાય તે દિશામાં પણ આ આગેવાનોએ તૈયારી કરી હતી.

વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022 માં આવે તેમ છે. ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. સંકુલના 15 થી વધુ સ્થળો પર બીએલઓ દ્વારા મતદારયાદીની સુધારણાની કાર્યવાહી રવિવારે હાથ ધરાઇ હતી.દરમિયાન રાજકીય પક્ષો દ્વારા આ કાર્યવાહીના ભાગરૂપે જહેમત ઉઠાવવામાં આવી હતી. આનંદમાર્ગ સ્કુલ, સુભાષનગર, જલારામનગર વિસ્તારના બૂથ પર મધુકાન્તભાઇ શાહ, કમલભાઇ શર્મા, ભરત મીરાણી, દેવજીભાઇ મહેશ્વરી, મામલતદાર મેહુલભાઇ ડાભાણી વગેરે બીએલઓ સાથે રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જ્યારે વોર્ડ નંબર-7 માં બૂથ નંબર-119, 120,132 વગેરે બૂથ પર જેના નામ મતદાર યાદીમાં ન હતા તેના નામ ચડાવવા માટે કમલેશ પરિયાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતી દ્વારા નવી સુંદરપુરી ખાતે નવા નામો ઉમેરવા કવાયત હાથ ધરાઇ હતી. મતદારો પોતાના નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે જાગૃતિ દાખવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...