તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓર્ડર:ધો.9 પાસને પ્રમુખ અધિકારી બનાવ્યા!, ચૂંટણી કામે સરકારી, બેંકના કર્મીઓની લેવાઇ રહી છે સેવા

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હજારથી વધુ કર્મીઓના ઓર્ડર નિકળ્યા : અધિકારી તેના બદલે બીજાના નામ આપ્યા?

નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીને અનુસંધાને સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા સરકારી કે અન્ય સંસ્થાઓમાં કાર્યરત કર્મચારીઓની સેવા લેવા ઓર્ડર કાઢી રહ્યા છે. દર વખતની જેમ કેટલીક વખત બને છે અને વિવાદ થાય છે તેમ આ વખતે પણ આવા કાઢવામાં આવેલા ઓર્ડરમાં વિવાદ થયો છે. એક બેંકના ધોરણ-9 પાસ થયેલા કર્મચારીને પ્રમુખ અધિકારીની કામગીરી સોંપાતા કર્મચારીઓમાં આશ્ચર્યની લાગણી જન્મી છે. રાષ્ટ્રીય કામગીરીમાં કોઇ ઇન્કાર કરી ન શકે પરંતુ કેટલીક વખત એવું બનતું હોય છે કે, સંબંધિત કચેરીમાંથી પોતાનું નામ ચૂંટણીની કામગીરીમાં ન આવે તે માટે અન્યના નામની ભલામણ કરી દેવામાં આવતી હોય છે.

કેટલાક કર્મચારીઓ ચૂંટણીના ઓર્ડર મળતાં જ અનેકવિધ બહાનાઓ કાઢતા હોય છે. જેમાં કેટલીક વખત મેડીકલના પ્રમાણપત્ર પણ રજૂ કરી ચૂંટણીની કામગીરીમાંથી મુક્ત થવા પ્રયત્ન કરતા હોય છે. આ વખતે પણ આ‌વી સ્થિતિ ધીરે ધીરે બહાર આવી રહી છે. ચૂંટણીના ઓર્ડર પછી તાલીમ પણ લેવાઇ ગયાની સામે સંબંધિત કર્મચારીએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરીને તેની અભ્યાસની લાયકાત સહિતની બાબતો વર્ણવીને ચૂંટણીની કામગીરીમાંથી મૂક્તિ માટે દાદ માંગી છે. બેંકના એક ક્લાર્કને પણ વોટ્સએપ દ્વારા તા.5મીના રોજ ચૂંટણી માટે પ્રમુખ અધિકારીની નિમણુંકની જાણ કરવામાં આવી હતી. અન્ય એક ક્લાર્કની નિમણુંકને બદલે તેનું નામ ઉમેરાયું હોવાની ફરિયાદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક વખત વર્ષોથી જે લીસ્ટ તૈયાર કરવામાં આવતું હોય છે તેમાં ગરબડ ગોટાળા થતા હોય છે અને નિવૃત થઇ ગયેલા કર્મચારીના ઓર્ડર પણ નિકળતા હોવાની ફરિયાદો ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો