તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોટ્સ:રાજ્ય કક્ષાની TT સ્પર્ધાનો 26મીથી આરંભ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેલાડીઓ માનસીક તનાવ દૂર કરવા સજ્જ બન્યા
  • બદલાતી સ્થિતિમાં ખેલાડીઓને સારૂં વાતાવરણ મળે તે જરૂરી

એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 સાથે રાજ્યના ટેબલ ટેનિસ ખેલાડીઓ સક્રિય બની જશે. તમામ માનસિક તનાવ અને ખચકાટને દૂર કરવાનો સમય આવી ગયો છે કેમ કે ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓ સ્પર્ધા માટે સજ્જ થઈ ગયા છે. તેઓ એસબીઆઈ ગુજરાત અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં ભાગ લેશે. સ્પર્ધા 26મી ઓગસ્ટથી સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના સહયોગથી યોજાશે.

જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના સહયોગથી યોજાશે. છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલી કોરાનાની મહામારીને કારણે તમામ રમતો અટકી ગઈ હતી પરંતુ હવે આ સ્પર્ધા સાથે રાજ્યમાં ફરીથી ટેબલ ટેનિસની રમતનો પ્રારંભ થઈ જશે. ખેલાડીઓ ફરીથી રમવા માટે પરત ફરે તે મહત્વનું છે તેની સાથે સાથે આ ચેમ્પિયનશિપ બદલાતી પરિસ્થિતિમાં સુરક્ષિત વાતાવરણમાં ચેમ્પિયનશિપ યોજાય તે પણ એટલું જ મહત્વનું છે. ખેલાડીઓ તથા ઓફિશિયલ્સને સુરક્ષાના પગલા માટે શિક્ષિત કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે અને સહકાર મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કયા ખેલાડીઓ આમને સામને ટકરાશે?
આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટેબલ ટેનિસના કેટલાક મહારથીઓ જોવા મળશે જેમાં સદાય યુવાન જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર), મોખરાના ક્રમનો કૌશલ ભટ્ટ, બીજા ક્રમનૌ ધૈર્ય પરમાર અને ત્રીજા ક્રમનો ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ) ઉપરાંત મજબૂત દાવેદાર અને સ્થાનિક ફેવરિટ ઇશાન હિંગોરાણીનો સમાવેશ થાય છે. આ તમામ મેન્સ સિંગલ્સમાં રમશે. વિમેન્સ સિંગલ્સમાં આ વખતે ગુજરાત માટે પહેલી વાર રમી રહેલી 2019ની કોમનવેલ્થ ચેમ્પિયનશિપની વિમેન્સ ડબલ્સની ગોલ્ડ મેડલ વિજેતા અને ભારતમાં સાતમો ક્રમાંક ધરાવતી ક્રિત્વિકા સિંહા રોય ભાગ લેનારી છે. તે ગુજરાતમાં સ્થાયી થનારી છે અને આ વખતે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તે પોતાની જ ટીમની સાથે અને ગુજરાતની ચેમ્પિયન ફ્રેનાઝ છિપીયાને પડકારશે. જે હાલમાં મોખરાના ક્રમે છે. આ ઉપરાંત ફિલઝાહ ફાતીમા કાદરી, ભવ્યા જયસ્વાલ અને આફ્રિન મુરાદ (તમામ સુરત) અને અમદાવાદની કૌશા ભૈરપૂરે પણ ફેવરિટ છે.

અન્ય સમાચારો પણ છે...