તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભારતનગરની વર્ષોથી મંજુર થયેલી પોલીસ ચોકી શરૂ કરો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે SPને ટ્રાફિક સિગ્લન ચાલુ કરવા સહિતની માંગ કરી

ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા કોરોના કાળને લઈ ને લોકો અનેક રીતે હેરાન છે ત્યારે લોકોને પોલીસ દ્વારા જે સહકાર સાંપડ્યો છે અને પ્રશંશનીય કામગીરી બાબતે આભાર વ્યક્ત કરવાની સાથે પૂર્વ કચ્છ પોલીસવડાને વિવિધ મુદ્દે રજુઆતો કરી તાત્કાલિક પગલા લેવા માંગ પણ કરાઇ હતી.

શહેર કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટિલને કરેલી રજુઆતોમાં ભારતનગર વિસ્તારમાં વર્ષોથી મંજુર થયેલી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તદુપરાંત સેકટર-5 વિસ્તાર (શનિવારી માર્કેટ) માં, કાર્ગો ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં પોલીસ ચોકીની જરૂરિયાત હોવાની પણ રજુઆત કરાઈ હતી. ત્યાર બાદ હાલમાં સંકુલમાં બાયો ડીઝલનું વેચાણ ખુબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે તે બાબતે રજુઆત કરી હતી. શહેરમાં સંસ્થાઓના સહયોગથી લાગેલા ટ્રાફિક સિગ્નલ જે બંધ હાલત માં પડ્યા છે તે ચાલુ કરવામાં આવે તે બાબતે પણ રજુઆત કરાઈ હતી.

પોલીસ વડા દ્વારા બધી રજુઆતો બાબતે જલ્દી થી નિરાકરણ કરવામાં આવશે તેવી ખાત્રી આપાઇ હતી. પોલીસ ચોકી માટે કન્ટેનર પુરા પાડવાની આગેવાનો દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. રજુઆતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધી, ચેતન જોશી, ભરત ગુપ્તા, એબેઝ યેસુદસ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...