તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ ટાઉનશીપમાં ગ્રીન કવર વધારવા માટે એસઆરસી દ્વારા મિયાવાકી જંગલની જાપાની પધ્ધતિ દ્વારા 20 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેમાં વૃક્ષના વાવેતર, ટપક પદ્ધતી સિંચાઇ, જમીનનો ટાંકો, બેંચો વગેરે પાછળ લગભગ રૂ.35 લાખ નો ખર્ચ કરવા મા આવશે. વોર્ડ-6એમાં આવેલ આશરે 6827 ચોરસમીટર ના આ ત્રિકોણ પાર્ક પ્લોટ મા વાવેતર કરવામાં આવશે જેને વિંગ નેચર પાર્ક નામ આપવામાં આવ્યું છે.મિયાવાકી વન જેવા પ્લાન્ટેશન પરંપરાગત પ્લાન્ટેશનથી લગભગ 10 ગણા વધુ વૃક્ષ લાગે છે.
આ સિસ્ટમ પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ સારી છે, કારણ કે તે વધુ ઓક્સિજન ઉત્સર્જન કરે છે અને પાંખોવાળા પ્રાણીઓ વગેરે માટે પ્રાકૃતિક નિવાસસ્થાન બનાવે છે અને લીલો આવરણ વધારે છે. તે ઇકોસિસ્ટમમાં એક નાનું છતાં નોંધપાત્ર યોગદાન છે, જે લોકોને તેમના કુદરતી વાતાવરણને ફરીથી પુનર્સ્થાપિત કરવા પ્રેરણા આપી શકે છે. મીયાવાકી ફોરેસ્ટનું કામ મુંબઈની એનજીઓને સોંપવામાં આવ્યું છે. જેનું મુહુર્ત તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર, જનરલ મેનેજર તેમજ ઓફિસ ગણ, આમંત્રિત મહેમાનો વગેરે હાજર રહી વૃક્ષના વાવેતરના કાર્યક્રમાં જોડાયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.