સાવચેતી:મચ્છર જન્ય રોગો માથું ન ઉંચકે તે માટે ગાંધીધામમાં દવાનો છંટકાવ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની અણઘડ નીતિથી દર વખતે થાય છે પાણી ભરાવો

ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવા અને ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો માથુ ઉંચકે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તેની દહેશત વચ્ચે વિવિધ વિસ્તારોમાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા દવા છંટકાવ અને ઘરે ઘરે જઈને તપાસ, જાગૃતિ અભિયાન છેડાયું હતું.

આજ એ સમયગાળો છે જ્યારે ડેંગ્યુ અને મેલેરીયા જેવા મચ્છરજન્ય રોગો માથુ ઉંચકી શકે છે ત્યારે મચ્છરોના ઉપદ્રવને ટાળવા આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીધામમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તાલુકાના ખારીરોહર સહિતના આસપાસના ગામોમાં તેમજ શહેરી વિસ્તારમાં વિભાગની ટીમો ઘરે ઘરે જઈને ટાંકા, પક્ષીકુંજ, ફ્રીજમાં ભરાયેલા પાણીને ન ભરવા દેવા તેમજ સહિતના વિષયો અંગે જાણકારી આપી મચ્છરોના લ્હારવા પેદા ન થાત તે માટે દવા છંટકાવ કર્યો હતો.

ડેન્ગ્યુ સામે રક્ષણ માટે આટલુ ધ્યાન રાખોઃ આરોગ્ય વિભાગ
તાલુકા આરોગ્ય વિભાગ્ે અપીલ કરી છે કે, લોકોએ પાત્રોને હવા ચુસ્ત બંધ રાખવા, હવા ચુસ્ત બંધ ન થઈ શકતા ટાંકાઓમાં કેરોસીન નાખવુ, પોરા ભક્ષક માછલી મુકવી, પશુઓના પાણીના કુંડામાં સફાઇ રાખવી, બાળકો, સગર્ભા સ્ત્રીઓને મચ્છરદાનીમાં સુવડાવો. મચ્છર અગરબતી, રિપેલન્ટ ક્રિમનો ઉપયોગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...