તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ખાંડના નાના નિકાસકારો માટે ગાંધીધામ સુધી વિશેષ ટ્રેન

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે વિભાગે ખાંડના અલગ અલગ વિસ્તારોમાં રહેલા નાના નિકાસકારો માટે અલાયદી ટ્રેનની વ્યવસ્થા કરીને હરદોઈ થી ગાંધીધામ સુધી ગાર્લેડ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે આ વિશેષ માલગાડી મુરાદાબાદ મંદળના હરદોઈ, રોજા, મુરાદાબાદ, ધામપુર, રુઅડકી રુટ થી દિલ્હીના ટપરી, દેવબંદ, પટેલ નગર થઈને ગુજરાતના ગાંધીધામ સુધી ચલાવાશે. જેમાં ખાંડના પીસમીલ લોડીંગ માટે ડબ્બાઓની વ્યવસ્થા કરાશે, એટલે કે વિભીન્ન સ્ટેશનોથી નાના મોટા ખાંડના વેગનને ભરીને ટ્રેન સાથે જોડી શકાસે, જેથી કેટલાક વેપારીઓ એકત્ર થઈને એક વેગન લોડ કરી શકે છે. જેમાં પીસમીલ વેગન લોડના હીસાબથી ખર્ચ લગાવાશે.

અન્ય સમાચારો પણ છે...