તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બેંકમાંથી બોલું છું કહી મહિલાના 1 લાખ ઉપાડાયા

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્યુટીપાર્લર ચલાવતી આદિપુરની મહિલાએ છેતરપિંડી કરનાર અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

આદિપુરની મહિલાને ફોન કરી એસબીઆઇમાંથી બોલું છું કહી અજાણ્યા ઇસમે ટ્રાન્જેક્શનમાં રૂ.1.02 લાખ ઉપાડી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આદિપુરના વોર્ડ-2/બી માં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં રહેતા અને બ્યૂટિ પાર્લર ચલાવતા હેમલતાબેન પરેશકુમાર ઠક્કરે ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ છેતરપિંડીનો બનાવ એવી રીતે બન્યો કે તા.18 ડિસેમ્બર 2020 ના અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને એસબીઆઇમાંથી બોલું છું તમારૂં જુનું ક્રેડિટ કાર્ડ અને તમારે નવું ક્રેડિટ કાર્ડ કઢાવવા તમારી ડિટેઇલ આપવી પડશે તેમ કહેતાં વિશ્વાસમાં આવી જઇ સીવીસી નંબર સહિતની ડિટેઇલ આપી હતી.

ત્યારબાદ શ઼કા જતાં બેંકના કર્મચારી રશ્મીબેન પરમારને મળી ત્યારે તમારો કાર્ડ કોઇએ ડીકેડ કરવાની કોશીષ કરી હતી પણ ચિંતા ન કરો ફ્રોડ થયો નથી કહેતાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. પણ તા.11/01/2021 ના રોજ ક્રેડિટ કાર્ડની યોનો એપ્લિકેશનમાં તપાસ કરતાં તા.18/12/2020ના છેતરપિંડી કરનારે ત્રણ ટ્રાન્જેક્શનમાં રૂ.1,02,000 ઉપાડી લઇ ઓનલાઇન ઠગાઇ કર્યાની ફરિયાદ તેમણે નોંધાવી છે. પીઆઇ જી.એલ.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...