તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં સતત ત્રીજા દિવસે પણ ડીઆરઆઈ દ્વારા બહુઆયામી તપાસનો સીલસીલો ગાંધીધામ અને તેની આસપાસ ચાલુ રહ્યો હતો. મુંદ્રા પોર્ટથી તાજેતરમાં ઝડપાયેલી મોટી ખેપ બાદ હવે કાસેઝમાંથી પણ ખજુર ઘુસાડવામાં આવી રહ્યાની બાતમીના આધારે તપાસનો દોર આરંભાયો હતો. જેના કેટલાક કન્સાઈમેન્ટને રુકજાવો નો આદેશ આપી દેવાયો હોવાનું જાણવા મળે છે. વારંવારના પ્રયાસોના કારણે હવે અટકાયતી પગલા પણ આ પ્રકરણમાં લેવાય તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા કાસેઝમાં સોપારીની દાણચોરી મામલે, ગાંધીધામમાં એજન્ટ સંલગ્ન તપાસ બાદ હવે ખજુર સબંધીત તપાસને તેજ કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે મુંદ્રા પોર્ટમાં ગત મહિને ઝડપાયેલા કન્સાઈમેન્ટ બાદ કાસેઝમાં પણ એસઆઈઆઈબીની ટીમે તપાસ કરી હતી, પરંતુ ત્યારે અહી ખજુરની આયાત થતી નહતી. પરંતુ મુંદ્રા પોર્ટ પર આ ક્ષેત્રે ગાળીયો વધુ કસવામાં આવતા દાણચોરોએ સેઝનો રુખ અખત્યાર કર્યો હતો. મુંદ્રાના સેઝ અને કાસેઝમાં આ ગેરરીતી આચરાતી હોવાની ચર્ચા વચ્ચે કાસેઝમાં શનિવારે વેરહાઉસમાં તપાસ કરાઈ હતી તો કેટલાક કન્સાઈમેન્ટોને થોભાવી દેવાના આદેશ પણ અપાયા હતા.
જાણો મૂળ વાત : શા માટે પાકિસ્તાની સુકી ખજુરની દાણચોરીના થઈ રહ્યા છે પ્રયાસ ?
પાકિસ્તાનની સુકી ખજુર આસપાસના દેશો અને નિકાસ માટે હોટ ફેવરેટ મનાય છે. પણ ભારત અને પાકિસ્તાનના વણસેલા સબંધોની અસર બંન્ને દેશોના ટ્રેડ પર પણ ઉંડી જોવા મળી છે, પાકિસ્તાનથી ભારત આવતા કાર્ગો પર ભારત 200% ડ્યુટી લગાવી રહ્યું છે. જ્યારે કે અન્ય દેશથી તે ડ્યુટી 20%ની આસપાસ છે. જેથી ડ્યુટીચોરી કરવા માંગતા દાણચોરો દ્વારા આ સુકી ખજુરનું ઓરીજન અન્ય દેશ, સામાન્ય રીતે ઓમાન દર્શાવીને પાકિસ્તાનથી ઓમાન અને ત્યાંથી ભારતમાં ઘુસાડી રહ્યા છે. જ્યારે કે કેટલાક ઈમાનદાર ટ્રેડર્સ 200% ડ્યુટી ભરીને સીધું પાકિસ્તાનથી પણ ખજુર ઓન પેપર દર્શાવી આયાત કરી રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.