તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આદિપુર પાસે રામાપીર મંદિરમાં તસ્કરો ડીવીઆર જ ચોરી ગયા!

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 હજારના નકલી દાગીના લઇ ગયા : 20 હજારનું નુકસાન કરી ગયા

આદિપુર પાસે રાજવી ફાટક નજીક આવેલા રામાપીરના મંદિરમાં ગત મોડી રાત્રે બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસેલા તસ્કરો ભગવાનને પહેરાવેલા નકલી દાગીના અને સીસી ટીવી કેમેરાના ડીવીઆર સહિત કુલ 15 હજારની ચોરી, 5 હજારનું નુકશાન પહોંચાડી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આદિપુરના વોર્ડ-1/એમાં રહેતા અને બીએસએફ કેમ્પ સામે આવેલા રામાપીર મંદિરના 66 વર્ષીય પૂજારી રામજીભાઇ ગાભાભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે,આજે સવારે સાડા સાત વાગ્યે નિત્ય ક્રમ મુજબ મંદિરે આવ્યા હતા અને ગેટનું તાળું ખોલતા સમયે અંદર દાનપેટી નીચે પડેલી દેખાતાં આસપાસ તપાસ કરી હતી જેમાં મંદીરમાં લાગેલી એલ્યુમિનિયમ સેક્સનની બારી તૂટેલી હતી. ચોરી થઇ હોવાનો અંદાજ આવતાં મંદીરના ટ્રસ્ટીમહેશભાઇ પ્રભુદાસભાઇ સોદાગરને જાણ કરતાં થોડીવારમાં તેઓ પોલીસ સાથે આવી ગયા હતા.

અંદર જઇ તપાસતાં મંદિરમાં લગાવેલા સીસી ટીવી કેમેરાનું રૂ.10,000 ની કિંમતનું ડીવીઆર , ભગવાનને પહેરાવેલા રૂ.5,000 ની કિંમતના નકલી દાગીના તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું અને રુ.5,000 નું નુકશાન પહોંચાડ્યું હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. આદિપુર પોલીસે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રસ્ટી મહેશભાઇ સોદાગરે જણાવ્યુ઼ હતું કે રાત્રે આ મંદિર એકાંત જગ્યાએ આવેલું હોવાથી અસામાજિક તત્વો આ પ્રકારના ધંધા કરે છે. અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયો હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...