તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રાપરમાં તસ્કરોએ 1.05 લાખની ચોરીને અંજામ આપ્યો; રૂ.25 હજાર રોકડ અને રૂ.80 હજારના દાગીના ઉપાડી ગયા

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાપરના નવાપરા વિસ્તારમાં ઘરધણી વાડીએ હતા તે દરમિયાન ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી રૂ.1.05 લાખની તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. નવાપરામાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે રહેતા 54 વર્ષીય ખેડૂત પ્રેમજીભાઇ મનજીભાઇ ચાંબરીયાના ત્રણ પુત્રો મુંબઇ નોકરી કરે છે અહીં તેઓ અને તેમની પત્ની રહે છે. તા.12/2 ના રોજ સવારે સાત વાગ્યે ઘરને તાળા મારી તેઓ અને પત્ની ભચીબેન અંઢવારીયા વીસ્તારમાં આવેલી પોતાની વાડીએ ગયા હતા.

સાંજે સાત વાગ્યે તેઓએ ઘરે પરત આવીને જોયું તો ઓસરીનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું જોવા મળ્યું હતું. અંદર જઇને જોયું તો ઘરવખરી વેર વિખેર જોવા મળી હતી. તપાસ કરતાં તસ્કરોએ કબાટમાં રાખેલા ખેતીના રૂ.25,000 રોકડા, રૂ.55,500 ની કિંમતની સોનાની દોઢ તોલાને ચેન, રૂ.5,000 ની કિંમતનની સોનાની 5 ગ્રામની કંઠી, રૂ.1,500 ની કિંમતનું સોનાનું નાકમાં પહેરવાનું ફુલ, રૂ.6,000 ની કિંમતના 10 ગ્રામ વજનના ચાંદીના કડાની જોડ, રૂ.12,000 ની કિંમતના ચાંદીના ઝાંઝરાની બે જોડ મળી કુલ રૂ.1,05,000 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની જાણ થતાં આ બાબતે તેમણે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ધોળે દિવસે બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો