ભુજ:સામખિયાળીમાં તસ્કરે બંધ ઘરને નિશાન બનાવ્યું : તિજોરી તોડી રૂ.10 હજાર લઇ ગયો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને પડકાર : વાગડમાં ચોરી લૂંટના બનાવની હેટ્રિક
  • મુંબઇ વસતા મકાન માલિક પરમિશન લઇ ફરિયાદ નોંધાવવા આવ્યા

સામખિયાળીમાં સૂતેલી મહિલાના ઓશિકા નીચેથી રોકડ ભરેલું પર્સ તેમજ પગમાં પહેરેલા ઝાંઝરની ચોરી બાદ બીજા દિવસે લખપતમાં રોટલી બનાવી રહેલી મહિલાને તીક્ષ્ણ હથિયાર મારી સોનાના કાંપની લૂંટ બાદ સતત ત્રીજા દિવસે મુંબઇ રહેતા મકાન માલિકના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી તિજોરીનું લોક તોડી રૂ.10,000 રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા, વાગડમાં ચોરી લુંટના બનાવની હેટ્રિક થઇ છે જે લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે.મુળ સામખિયાળીના જતિનભાઇ વેલજીભાઇ ગાલા હાલે વેપાર ધંધાર્થે મુંબઇ બોરીવલી રહે છે અને તેમના વતન સામખિયાળીના ઓસવાળવાસમાં તેમની માલિકીનું મકાન છે જેની દેખરેખ તેમના તબીબ મિત્ર ડો.એ.બી.પટેલ રાખે છે. તા.25/5 ના રાત્રે તેઓ મકાનમાં તપાસ માટે ગયા હતા ત્યારે બધું બરોબર હતું પણ બીજા દિવસે તા.26/5 ના સવારે તેઓ મકાન ચેક કરવા ગયા ત્યારે બેડરૂમ અને કિચનની ગ્રીલ તૂટેલી જોવા મળતાં મકાનમાં ચોરી થઇ હોવાનું લાગતા઼ તેમણે મુંબઇ સ્થિત મકાન માલિક જતિનભાઇને ફોન કરી જાણ કરી હતી. હાલે કોરોના મહામારીના સમયે જાહેરનામા મુજબ તેઓ દહિંસર પોલીસની પરમિશન લઇ કચ્છ આવ્યા હતા અને મકાન પર જઇ તપાસ કરતાં તસ્કરો બેડરૂમમાં રહેલી તિજોરીનો લોક તોડી તેમાં રહેલી રૂ.10,000 રોકડ રકમની ચોરી કરી ગયા હોવાનુ જાણવા મળ્યું હતું. આ બાબતે તેમણે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...