લાપત્તા હિટાચી ઓપરેટરની શોધખોળ:કડોલથી 11 દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનને શોધવા છ ટીમ રણ ખૂંદી રહી છે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ, વન વિભાગ, ફોરેન્સિક લેબની ટીમ તથા ડોગ સ્ક્વોડ દ્વારા ધમધમાટ
  • ભચાઉ તાલુકાના કડોલના મીઠાના કારખાનામાં હિટાચી ઓપરેટર ભેદી સંજોગોમાં લાપત્તા થયો હોવાની ઘટના

ભચાઉ તાલુકાના કડોલના મીઠાના કારખાનામા઼થી 11 દિવસ પહેલાં ભેદી રીતે લાપત્તા બનેલા મુળ જમ્મુના હિટાચી ઓપરેટરને શોધવા પોલીસ, ફોરેસ્ટ વિભાગ, ફોરેન્સિક લેબની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ મળી છ ટીમો રણ વિસ્તાર ખુંદી રહી છે. ​​​​​​​

કડોલ સીમમાં આવેલા રવેચી સોલ્ટમાં હિટાચી ઓપરેટર તરીકે કામ કરતો મુળ જમ્મુનો 29 વર્ષીય શુભમસિંગ જોગીન્દરસિંગ સીંગ તા.4/4 ના રવેચી સોલ્ટમાં કોઇને કહ્યા વગર ગયા બાદ ભેદી રીતે લાપત્તા થયો હતો. ગૂમ થનારના પિતા અને ભાઇ જમ્મુથી આવી શોધખોળની સાથે આ બાબતે ભચાઉ પોલીસ મથકને જાણ કરી હતી. આ યુવાન ફોરેસ્ટ વિભાગના દરોડા બાદ ગૂમ થયો હોવાની વાત પણ ખુલવા પામી હતી જોકે વન વીભાગના અધીકારીએ આ વાતનો ઇન્કાર કર્યો હતો.

આ ગુમનોંધ નોંધાયા બાદ યુવાનની ભાળ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા બાદ હાલ ભચાઉ પીઆઇ આર.આર.વસાવા, પીએસઆઇ એન.કે.ચૌધરી, પીએસઆઇ આહીર તથા સ્ટાફ, વન વિભાગના ઝાલા તથા સ્ટાફ, ફોરેન્સિક લેબોરેટરીની ટીમ ડોગ સ્ક્વોડ સાથે કડોલ સીમ વિસ્તારના રણમાં આવેલા કારખાનાઓ તેમજ માણસોનું ચેકીંગ તેમજ શોધખોળ કરી રહ્યા છે. આ દરમીયાન લાગતા વળગતાઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ પોલીસ અને વન વિભાગની ટીમો આ યુવાનનો પત્તો મેળવવા રણ ખૂંદી રહી છે.

અન્ય સમાચારો પણ છે...