ક્રાઈમ:બહેનપણી ઘરે આવતાં પત્નીને સળીયો માર્યો!

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શક્તિનગરમા સામાન્ય બાબતે પત્નીને સળીયો માર્યો હતો. પોલીસ મથકે પત્ની સુમનસિંગ વિગ્યાનસિંગ રત્નાએ પતિ વિગ્યાનસિંગ રત્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સોમવારના સાંજે ફરિયાદી અને તેમની બહેનપણી અંજલીબેન તેમના ઘરે હતા ત્યારે અચાનક તેમના પતિએ આવીને તારી બહેન પણી કેમ આવી છે? તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જોત જોતામાં હાથ વડે માર મારીને પ્રતિકાર કરતા ગેલેરીમાંથી લોખંડનો સળીયો લઈ આવીને આંખ ઉપર માર્યો હતો. ત્યારબાદ તેવો ઘર બહાર નિકળી ગયા હતા જ્યારે કે બહેનપણી સાથે ફરિયાદી રામબાગ હોસ્પીટલ જતા તેમને ઈજાના કારણે 7 ટાંકા લેવાની ફરજ પડી હતી. પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...