વિતરણ:સિંધી સેવા મંચે પુણેથી આવેલા વસ્ત્રો જરૂરતમંદોને વિતરણ કર્યા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિંધી સેવા મંચ દર વર્ષે દિવાળી ઉપર જરૂરતમંદ પરિવારોને મદદ કરે છે. પુણેની લાઇફ ફાઉન્ડેશન સંસ્થા કે જેના પ્રેસિડેન્ટ પુનમ લાલવાણી છે અને તેની સાથે એસઆરસીના ચેરપર્સન અરૂણા જગતાણી પણ જોડાયેલા છે. આ સંસ્થાને પુણેની સંસ્થાએ આપેલા નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એસઆરસીના ડાયરેક્ટર પ્રેમ લાલવાણી, સુરેશ નેહલાણી, નરેશ મુલચંદાણી અને જનરલ મેનેજર મોહન સાજનાણીએ સહયોગ આપ્યો હતો.

જરૂરતમંદ એક પરિવારને સિલાઇ મશિન પણ આપવામાં આવ્યું હતું જેના દાતા ભાઇપ્રતાપ સિંધી પંચાયતના પ્રમુખ નાનિકરામ આહુજા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા અશોક મુલજાની, નરેન્દ્ર લખવાણી, ચંદુભાઇ આસવાણીએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...